રાજકોટના વિકાસ માટે 25 કરોડથી વધુની દરખાસ્તો મંજૂર, રખડતા ઢોર-કાલાવડ રોડ જમીન સંપાદનની વિવાદિત દરખાસ્ત અંગે કોઈ નિર્ણય નહીં
રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં વિકાસ કાર્યોની જુદી જુદી 43 જેટલી દરખાસ્તો મુકવામાં આવી હતી. જોકે આ પૈકી 3 દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવી હતી અને 3 દરખાસ્તો રિટેન્ડર કરવામાં આવી હતી. આ બેઠકમાં 25 કરોડથી વધુની કુલ 37 દરખાસ્તો મંજુર કરવામાં આવી હતી. જોકે રખડતા ઢોર અને કાલાવડ રોડ જમીન સંપાદનની વિવાદિત દરખાસ્ત અંગે આ બેઠકમાં પણ કોઈ નિર્ણય લેવાયો નહોતો, પરંતુ હવેથી દર 10 દિવસે એટલે કે મહિનામાં ત્રણ વખત સ્ટેન્ડિંગની બેઠક યોજવા નિર્ણય લેવાયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.