બાલાસિનોર પોલીસ દ્વારા લોકદરબાર યોજવામાં આવ્યો
ગેરકાયદેસર વ્યાજની પઠાણી ઉઘરાણી કરનારાઓ પર પોલીસની લાલ આંખ
બાલાસિનોર પોલીસ દ્વારા લોક દરબાર યોજવામાં આવ્યો.
આજરોજ નાયબ પોલીસ અધિક્ષક વળવી સાહેબની અધ્યક્ષ સ્થાને હેઠળ બાલાસિનોર પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું ભવ્ય આયોજન કરવામાં આવેલ જેના નીચે મુજબના મુખ્ય મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી
1》ગુજરાત નાણાંધિરનાર અધિનિયમ 2011 કાયદાની જાગૃતિ/ વ્યાજખોરી નાબુદી કરવામાં આવે.
2 》પ્રતિબંધિત ચાઈનીઝ દોરી તેમજ ચાઈનીઝ તુંકકલો ના ખરીદ વેચાણ બાબતના જાહેરનામાની જાગૃતિ
4》રોડ એકસીડન્ટ બનાવ અટકાવવાના હેતુસર ટ્રાફિક અવેરનેસ
3》 સાયબર ક્રાઈમ તેમજ સોશિયલ મીડિયામાં થતા ફ્રોડ બાબતોની જાગૃતિ,
4》પોલીસ સાઈબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 બાબતેની જાગૃતિ
વગેરે મુદ્દાઓની જાગૃતિ ફેલાવવામાં આવી તેમજ બાલાસિનોર શહેર અને તાલુકાના ખુબ મોટી સંખ્યામાં લોક દરબારમાં પધારેલ અંદાજિત 150 વધારે જેટલા નાગરિકોની રજૂઆતો સાંભળવામાં આવી તેમજ તેમના દ્વારા કરવામાં આવેલ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ બાલાસિનોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.