સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્વામિનારાયણ મંદિર ખાતે આગામી ૮મી સપ્ટેમ્બર રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત પ્રાકૃતિક કૃષિ ખેડૂત સંમેલનને સંબોધન કરશે - At This Time

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્વામિનારાયણ મંદિર ખાતે આગામી ૮મી સપ્ટેમ્બર રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત પ્રાકૃતિક કૃષિ ખેડૂત સંમેલનને સંબોધન કરશે


સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્વામિનારાયણ મંદિર ખાતે આગામી ૮મી સપ્ટેમ્બર રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત પ્રાકૃતિક કૃષિ ખેડૂત સંમેલનને સંબોધન કરશે
********
જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં રાજ્યપાલશ્રીના પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત પૂર્વ તૈયારી અંગે સમીક્ષા બેઠક યોજાઈ.
********
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્વામિનારાયણ મંદિર કાંકણોલ ખાતે આગામી તારીખ ૮-૯-૨૦૨૨ને ગુરૂવારના રોજ ૧૧ કલાકે ગુજરાતના રાજ્યપાલશ્રી, આચાર્ય દેવવ્રત પધારનાર હોય આ સંદર્ભમાં પ્રોટોકોલ મુજબની પૂર્વ તૈયારી અને કાર્યક્રમના સુચારું આયોજન અને અમલવારી અંગે ગઈ કાલે કલેકટર કચેરી સભાખંડમાં જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન શ્રી દ્વારા અમદાવાદ ખાતે યોજાયેલ પંચાયત મહાસંમેલનમાં ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સિદ્ધ કરવા તેમજ જિલ્લાઓમાં પ્રાકૃતિક કૃષિ ખેતીનો વ્યાપ વધે તે માટે રાજ્યપાલ શ્રી સતત પ્રયત્નશીલ છે અને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે વહીવટી તંત્રને પણ દિશા સૂચન કરેલ છે.
સ્વામિનારાયણ મંદિર યજ્ઞપુરુષ હોલ બીએપીએસ હિંમતનગર ખાતે બે હજાર કરતા વધુ પ્રગતિશીલ ખેડૂતો સાથે પરીસંવાદ કરી પ્રેરક માર્ગદર્શન અપાશે અને કોઈપણ પ્રકારના ઈનપુટ બજારમાંથી ખરીદી કર્યા સિવાય માત્ર એક જ દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી ખેડૂત 30 એકર સુધીની જમીનમાં પ્રાકૃતિક કૃષિ કઈ રીતે કરી શકે અને તેનાથી થતા ખેડૂતને થતા લાભ અને ખેત પદ્ધતિમાં આવેલ આમૂલ પરીવર્તન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપશે. અને પ્રાકૃતિક ખેતી અભિયાનને વ્યાપક બનાવવા પ્રેરીત કરાશે. જિલ્લાના ખેડૂતોએ પણ પ્રાકૃતિક ખેતીમાં આપેલ યોગદાનને બિરદાવા અને કાર્યક્રમ સ્થળે ખેડૂતો દ્વારા પ્રદર્શન સ્ટોલ પર પાકોનું નિદર્શન અને કૃષિ પેદાશોનું વેચાણ તથા સાબરકાંઠા જિલ્લાના સફળ ખેડૂતોની સફળ વાર્તા પુસ્તકનું વિમોચન પણ રાજ્યપાલ શ્રી દ્વારા કરવામાં આવશે.
સાબરકાંઠા જિલ્લાના આત્મા પ્રોજેક્ટ અને ખેતીવાડી ખાતા દ્વારા આયોજિત પ્રાકૃતિક ખેતી ખેડૂત સંમેલન અને પ્રાકૃતિક કૃષિ પેદાશોના સ્ટોલનો વધુમાં વધુ લોકો લાભ લે તેવી વહીવટી તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે.
જિલ્લા કલેક્ટર શ્રી હિતેષ કોયા દ્વારા કાર્યક્રમ સફળ રીતે સંપન્ન થાય તે માટે વિવિધ સમિતિની રચના કરવામાં આવી છે અને તેમને પ્રોટોકોલ મુજબની બેઠક વ્યવસ્થા આમંત્રણ પત્રિકા, લાઈટ, પાણી, આરોગ્ય, ભોજન, પાર્કિંગ, સ્ટેજ, સાઉન્ડ વગેરે બાબતો અંગે કામગીરીની સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેશ શાહ, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માના શ્રી વી. કે. પટેલ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી, જિલ્લા ખેતીવાડી અધિકારી, બાગાયત, કાર્યપાલક ઇજનેર માર્ગ મકાન, યુ.જી.વી.સી.એલ પશુપાલન તથા પ્રાંત અધિકારી સહિત સંબંધીત અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

આબીદઅલી ભુરા
હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.