બાલાસિનોર એસ.ટી.ડેપો દ્વારા “શુભ યાત્રા સ્વચ્છ યાત્રા “નો શુભારંભ માનસિંહ કે ચૌહાણ ધારાસભ્ય બાલાસિનોર દ્વારા કરવામાં આવ્યો* .
*
"શુભ યાત્રા સ્વચ્છ યાત્રા ” બેનર હેઠળ એસ. ટી. નિગમમાં રાજ્યવ્યાપી સ્વચ્છતા ઝુંબેશ તા.૦૨/૧૨/૨૦૨૩ના રોજ 10-00 ક્લાકે હાથ ધરવામાં આવી
"શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” કેમ્પેઇન હેઠળ ગાંધીનગર બસ સ્ટેશન ખાતેથી માનનીય વાહન વ્યવહાર મંત્રીશ્રીના વરદ હસ્તે કેમ્પેઈનનો લોગો, ઝીંગલ તથા કયુ.આર. કોડ થકી પેસેન્જર ફીડબેક સીસ્ટનું લોન્ચીંગ કરવામાં આવશે તેમજ ગાંધીનગર બસ સ્ટેશન ખાતે શ્રમદાન થકી રાજ્ય વ્યાપી સ્વચ્છતા ઝુંબેશની શરૂઆત કરવામાં આવશે.
સદર હુ કાર્યક્રમ નિગમની સ્વછતા અંગેની છબી સુધારવા તેમજ મુસાફર જનતા પણ આ કેમ્પેઇનનો ભાગ બને અને સ્વછતા કેમ્પેઇનનો સંદેશ મહત્તમ લોકો સુધી પહોંચાડે તે માટે મુખ્યત્વે પ્રચાર પ્રસારના માધ્યમ થી ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન કરવાનું નિર્ધારેલ છે.
નિગમના બાલાસિનોર બસસ્ટેશન ખાતે તા.02-12-23ના રોજ શ્રી માનસિંહ કે ચૌહાણ, માન ધારાસભ્યશ્રી-બાલાસિનોર , તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ, રંગીતસિંહ પૂર્વ ઉપ્રમુખ બાલાસિનોર તાલુકા પંચાયત,ઉદેસિંહ ચૌહાણ પૂર્વ વિરોધ પક્ષના નેતા ખેડા જિલ્લા પંચાયત, બાલાસિનોર નગરપાલિકા પ્રતિનિધિ , કે આર પટેલ ડેપો મેનેજર એસટી બાલાસિનોર ડેપો, સ્થાનિક મહાનુભાવો પદાધિકારીશ્રીઓ દ્વારા સ્વછતા અંગેની કામગીરી હાથ ધરવામાં આવી.
આ પ્રસંગે બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ કે ચૌહાણ દ્વારા જણાવ્યું કે આજે દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને હવે રાજ્ય ના સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલ અને રાજ્ય ના ગૃહમંત્રી હર્ષભાઇ સંધવી દ્વારા રાજ્ય ના મુસાફરોની યાત્રા સ્વચ્છ યાત્રા બને તે હેતુથી ગુજરાત સરકાર ના એસ.ટી.નિગમ દ્વારા શુભ યાત્રા સ્વચ્છ યાત્રા નો શુભારંભ કર્યો. વધુમાં જણાવ્યું કે આપણે સ્વછતા ની શરૂઆત આપણા ધર,ગલી , મહોલ્લા, અને શહેર જો આ ઉદ્દેશ થી કામ કરવા લાગશુ તો ક્યાંય ગંદકી નહીં રહે સ્વચ્છતા ત્યાં પ્રભુતા હોય તો આપને સૌને સ્વચ્છતા અભિયાન માં જોડાવા આહવાન કર્યું હતું .
જ્યાં ડેપો મેનેજર દ્વારા જણાવ્યું કે એસટી ડેપો બાલાસિનોર ની તમામ એસટી બસ ધોવડાવી,તેમાં કચરા પેટી મુકવામાં આવી ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું સાથે એસટી ડેપોમાં આરામ ગૃહની મુલાકાત લીધી હતી અને સ્વચ્છતા અંગે અંજરૂરી સુચનો આપવામાં આવેલ આ કાર્યક્રમની આભારવિધિ દિપકભાઈ દ્વારા કરવામાં આવી હતી.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.