અવસર લોકશાહીનો: નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા મિશન-૨૦૨૨ - At This Time

અવસર લોકશાહીનો: નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા મિશન-૨૦૨૨


બોટાદ જિલ્લામાં તા.૮ અને ૯ નવેમ્બરે 'અવસર રથ' ભ્રમણ કરી લોકોને મતદાન કરવા જાગૃત કરશે

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી દ્વારા 'અવસર લોકશાહીનો' અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત બોટાદ જિલ્લામાં તા. ૮ અને ૯ નવેમ્બર દરમિયાન 'અવસર રથ' ફરશે અને મતદાન જાગૃતિ માટે વિશેષ પ્રયત્નો કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે 'અવસર લોકશાહીનો'ના 'મિશન-૨૦૨૨' અંતર્ગત મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા ઓછું મતદાન થવા પાછળના સંભવિત કારણો શોધીને સુધારાત્મક ઉપાયો કરવામાં આવ્યા છે. એટલું જ નહીં આગામી ચૂંટણીમાં આવા મતદાન મથકો ઉપર મતદાનની ટકાવારી વધે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જે અન્વયે બોટાદ જિલ્લામાં બે દિવસ 'અવસર રથ' વિવિધ વિસ્તારોમાં ફરશે અને લોકોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરશે.

બોટાદમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી બી.એ.શાહના માર્ગદર્શન મુજબ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોની મતદાન પ્રત્યેની નિરસતા દૂર કરીને વિવિધ રચનાત્મક કાર્યક્રમો દ્વારા મતદાન પ્રત્યેની જાગૃતિ વધારવા માટે સવિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. શ્રી શાહના નેતૃત્વ હેઠળ જિલ્લા ચૂંટણીતંત્ર સુસજ્જ બનવાની સાથે આદર્શ આચાર સંહિતાના અમલ માટે કટિબદ્ધ બન્યું છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.