સ્વચ્છતા મૂર્તિ કે સ્થાન વગરનો સાચો ધર્મ છે. સ્વચ્છતા એ શરીરથી માંડીને સમાજ સુધીની સેવા છે - At This Time

સ્વચ્છતા મૂર્તિ કે સ્થાન વગરનો સાચો ધર્મ છે. સ્વચ્છતા એ શરીરથી માંડીને સમાજ સુધીની સેવા છે


(રીપોર્ટ વિજય ચૌહાણ)
વાઇબ્રન્ટ યુગ ચાલી રહ્યો છે અને તેથી જ વિઝન અને થીમનું મહત્વ ઔર વધતું જાય છે. ત્યારે પરંપરા ને જાળવી રાખીને તેની સાથે કંઈક નવું કરવાની તમન્ના ધરાવતી જસદણ શહેર જેવા નાનકડા શહેરમાં ઇકો ફ્રેન્ડલી થીમ સાથે ગરબીનું આયોજન થાય છે. ગરબી આજે ચાર ચોકની વચ્ચે દીવડાની જેમ ઝળહળે છે. ત્યારે આ ગરબીની વિશેષતા એ છે કે કૈલાશનગર ખાનપર રોડ પર સતત છેલ્લા 23 વર્ષથી માતાજીની કૃપાથી વાસુકિયા રસીલાબેન અને રાઠોડ શીતલબેન આ બન્ને બહેનો દ્વારા જ ગરબીનું સંચાલન થાય છે. આ શક્તિ ગરબી મંડળ દ્વારા દર વર્ષે ઇકો ફ્રેન્ડલી નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. સ્વચ્છતા અને પર્યાવરણ પ્રેમની હિમાયત કરતી આ ગરબી દ્વારા બાળાઓએ સ્વચ્છતા અંગેનો ગરબો રજૂ કરી સ્વછતા અંગે સપથ લીધા હતા. અને પૂઠા અને પ્લાસ્ટિક ના ઝુમ્મર બનાવી ને વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ બનાવી હતી. સ્વચ્છ ભારત શ્રેષ્ઠ ભારત મિશનને બિરદાવતા બાળાઓને ડસ્ટબીન અને ચકલીના માળા અર્પણ કરવામાં આવેલ. આ કાર્યક્રમ નગરપાલિકાના ચીફ ઓફિસર ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો જેમાં સેવબર્ડ ગ્રુપ જીવદયા ગ્રુપના સચિનભાઈ અને રાષ્ટ્રીય બજરંગ દળ રાજકોટ જિલ્લા અધ્યક્ષ દીપકભાઈ વાઘેલા તેમજ જસદણ શહેરના બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડ અને ગૌસેવા પ્રોડક્ટના સીઓ ઘનશ્યામ પ્રભુજી તેમજ રિપોર્ટર વિજય ભાઈ ચૌહાણ અને વડીલોએ ખાસ હાજરી આપી કાર્યક્રમને દિપાવ્યો હતો. સ્વચ્છતા ના પાઠ શીખવી સાચા માનવ હૃદય અને જવાબદાર નાગરિક તરીકે વ્યક્તિત્વ નિખારવાની વિચારધારાને ઉજાગર કરતી આ ગરબીમાંથી પ્રેરણા લઈએ. સ્વચ્છતા અને જીવદયા પ્રત્યે પ્રેમ રાખવાનો સંદેશ આ ગરબી આપે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.