સાબરકાંઠા જિલ્લા સમાહર્તાએ બાળકોને પોલીયો વિરોધી રસીના બે ટીપા પીવડાવી પોલિયો અભિયાનની શરૂઆત કરવી - At This Time

સાબરકાંઠા જિલ્લા સમાહર્તાએ બાળકોને પોલીયો વિરોધી રસીના બે ટીપા પીવડાવી પોલિયો અભિયાનની શરૂઆત કરવી


*સાબરકાંઠા જિલ્લા સમાહર્તાએ બાળકોને પોલીયો વિરોધી રસીના બે ટીપા પીવડાવી પોલિયો અભિયાનની શરૂઆત કરવી*
***********
*જિલ્લા પંચાયત સાબરકાંઠા અને રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે પોલિયો નાબૂદી અભિયાન કાર્યક્રમ યોજાયો*
******

સાબરકાંઠા જિલ્લા પંચાયત અને રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે અર્બન હેલ્થ સેન્ટર હિંમતનગર ખાતે પોલિયો અભિયાનની શરૂઆત કરાવતા જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવે. બાળકોને પલ્સ પોલીયોના બે ટીપા પીવડાવી અભિયાનની શરૂઆત કરાઈ.
સાબરકાંઠા જિલ્લામાં પોલીયો રસીકરણ અભિયાન તા. ૨૩/૦૬/૨૦૨૪ ના આઇ.પી.પી.આઇ.પ્રોગ્રામમાં કુલ ૮ તાલુકા હેલ્થ કચેરીઓ વિસ્તારના, ૪૯ પ્રા.આ.કેન્દ્ર તેમજ શહેરી આરોગ્ય કેન્દ્રો વિસ્તારમાં કુલ ૮૯૨ પોલિયો રસીકરણ બુથ તેમજ ૪૨ ટ્રાન્ઝીટ પોઇન્ટ તેમજ ૧૩ મોબાઇલ ટીમો મારફતે જિલ્લાના તમામ ૦ થી ૫ વર્ષ સુધીના ૧,૭૯,૮૬૦ બાળકોને પોલિયો વિરોધી રસીથી રક્ષિત કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. બાળ લકવા નાબુદી અભિયાન અંતર્ગત તા.૨૩થી ૨૫ જૂન ૨૦૨૪ સુધીના સમયગાળા દરમ્યાન સાબરકાંઠા જિલ્લામાં બાળલકવા નાબુદી અભિયાન અંતર્ગત નવજાત શિશુથી ૫ વર્ષ સુધીના બાળકોને બાળલકવા વિરોધી રસી આપવામાં આવશે.
સમગ્ર કાર્યક્રમમાં કુલ ૮૯૨ પોલિયો બુથો ઉપર ૩૫૪૮ આરોગ્ય કાર્યકરો તેમજ સ્વયંસેવકો મારફતે પોલિયો રસીકરણ બુથો ઉપર તેમજ ઘરે ઘર ફરીને ૧૭૮૮ ટીમો દ્વારા પોલિયો રસીકરણ કામગીરી કરવા તાલીમ આપવામાં આવી છે.

સમગ્ર જિલ્લામાં લાયઝન અધિકારીશ્રીઓ તેમજ ૧૮૫ સુપરવાઇઝરો દ્વારા પોલીયો રસીકરણ કામગીરીનું સુપરવિઝન અને મોનિટરિંગ કામગીરી કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, જિલ્લાનું ૦ થી ૫ વર્ષ સુધીની ઉંમરનું એકપણ બાળક પોલીયો રસીથી વંચિત ના રહે તે માટે સૌ સાથે મળી કામ કરવા જિલ્લા સમાહર્તાએ અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. સુતરીયા, બાળ રોગ નિષ્ણાત ડો. ગોપલાણી, તાલુકા હેલ્થ ઓફિસર ડો. રાજેશ પટેલ, રોટરી ક્લબના પ્રમુખ શ્રી રમેશ પટેલ અને સદસ્ય શ્રીઓ, તેમજ મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આબીદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.