સુખસાગર સોસાયટીમાં આર્થિક ભીંસથી કંટાળી આધેડનો ઝેર પી આપઘાત - At This Time

સુખસાગર સોસાયટીમાં આર્થિક ભીંસથી કંટાળી આધેડનો ઝેર પી આપઘાત


મોરબી રોડ પર સુખસાગર સોસાયટીમાં કેતનભાઈ હિરાણી નામના યુવકે આર્થીક ભીંસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગેની વધુ વિગત અનુસાર, સુખસાગર સોસાયટી-1માં રહેતા કેતનભાઈ ભાણજીભાઈ હિરાણી (ઉ.વ.49) ગત રોજ સવારે ચાર વાગ્યે પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને સારવારમાં સીવીલે ખસેડાયા હતા.
પરંતુ સારવાર કારગત ન નિવડતા તેનું મોત નિપજયું હતું. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે બી ડીવીઝન પોલીસને જાણ કરતા હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ સીવીલે દોડી ગયા હતા અને કાગળો કરી મૃતદેહને પીએમમાં ખસેડી પરીવારની પુછપરછ હાથ ધરી હતી.
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, મૃતકના પરિવારના સભ્યને બીમારી હોય જેની સારવાર માટે સબંધી પાસેથી રૂપીયા લીધા હતા. જેની ચિંતામાં અંતિમ પગલુ ભરી લીધુ હતું. મૃતકને સંતાનમાં એક પુત્ર છે જેને પિતાની છત્રછાયા ગુમાવતા પરીવારમાં કલ્પાંત છવાયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.