યાત્રાળુ સંઘ અને વેપારી સાથે 22.81 લાખની ઠગાઈ: બે ગુના નોંધાયા
સાયબર માફિયાઓ લોકોને પોતાની ઝાળમાં યેનકેન પ્રકારે ફસાવી ઓનલાઈન ફ્રોડ આચરી લાખો રૂપિયા પડાવી લેતાં હોય છે. ત્યારે વધું બે સાયબર ફ્રોડના બનાવ સામે આવ્યા છે. જેમાં મોરારીનગર રહેતાં વેપારીને ફેસબુકમાં મેસેજ કરી મહિલાએ પોતાની અમેરિકાની બેંકમાં એડમીન ઓફીસર તરીકેની ઓળખ આપી તે બેંકમાં એક એકાઉન્ટમાં બિન વારસી 78 લાખ ડોલર રૂપિયા પડ્યા છે તમે તેના વારસદાર બની જાવ કહીં રૂ.16.15 લાખ પડાવી લીધાં હતાં. જ્યારે નિવૃત સિંચાઈ એન્જીનીયર અને તેની સાથેના 22 યાત્રાળુઓના સંઘે ઓનલાઈન બુકીંગ કરાવ્યા બાદ હરિદ્વાર પહોંચ્યા ત્યારે જાણ થઈ કે તેઓ ફ્રોડનો ભોગ બન્યા છે અને તેઓ સાથે પણ રૂ.6.66 લાખની છેતરપીંડી થઈ હતી. બનાવ અંગે સાયબર ક્રાઇમે ગુના નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે કોઠારીયા મેઈન રોડ પર મોરારીનગર શેરી નં.5 માં રહેતાં નિલેશભાઈ વલ્લભભાઈ પાધરા (ઉ.વ.40) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે નતાસા મિત્રા નામની ફેસબુક આઈડી ધારક તેમજ અલગ અલગ ઈમેઈલ આઈડી અને અલગ અલગ બેંક એકાઉન્ટ ધારકના નામ આપતાં સાયબર ક્રાઇમ પોલીસે છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ કોઠારીયા મેઈન રોડ પર પ્રમુખ એન્ટરપ્રાઈઝ નામની પેઢી ચલાવી ઓનલાઈન ટ્રેડીંગનું કામ કરે છે. તેઓ છુ ફેડરલ બેંક અને ઈન્ડીયન ઓવરસીઝ બેંકમાં એકાઉન્ટ ધરાવે છે. ગઈ તા.24/07/2023 ના તેઓને નતાશા મિત્રા ફેસબુક પ્રોફાઈલ લીંકમાંથી મેસેઝ આવેલ કે, મેં તમારી રિકવેસ્ટ સ્વીકારી લીધી છે,મને ગમ્યું કે તમે મારા માટે ખાસ છો. તમે મને મારા ઈમેઈલ આઈડી પર મેસેજ કરી શકો છો અને આઈ એમ વેઈટીંગ માય ડિયર તેમ મેસેજ આવતા વેપારીએ તેમના ઈમેલrajpatel131081 નામના આઈડીમાંથી સામાવાળા સાથે વાતચીત કરેલ હતી. તેણે પોતાનુ નામ સ્કિનથીયા જણાવેલ અને તે પોતે અમેરીકામાંNYCB બેંકમા ચીફ એડમીન ઓફીસર તરીકેની ઓળખ આપેલ હતી.
ઉપરાંત તેનુ બેંકનું ઓળખ કાર્ડ તથા તેમના બેંક સર્ટીફીકેટ મોકલેલ અને તેને ઈ-મેઇલમા અંગ્રેજીમા મેસેજ કરી જણાવેલ કે, ભારતના એક બીઝનેશમેન છે તે મૃત્યુ પામ્યા છે અને તેના નામની 75 લાખ ડોલરની તેમના નામની એફ.ડી. કરેલ અને તેમની વ્યાજ સહીતની 7875000 ડોલરની રકમ જમા છે. તેના કોઇ વાલીવારસ નથી તમો તેના વારસદાર બની જાઓ અને તે બાબતના તમામ સર્ટીફીકેટ હું તમને અહીંથી રજુ કરીશ. આ સૌદામાં જે રકમ મળશે તે માથી 60 ટકા રકમ મારી અને બાકીના 40 ટકા તમોને આપીશ તેવી લાલચ આપેલ હતી. તેમજ મેઇલથી એનવાયસિબી બેંકનુ વારસદાર તરીકેનુ સર્ટી મોકલેલ અને બેંકમાથી મેઇલ આવવાના શરૂ થયા હતાં. બાદમાં તે બેંક તરફથી મેઇલ આવેલ અને જણાવેલ કે, આ બીઝનેશમેન મૃત્યુ પામ્યા હોય તેમનુ બેંકનુ ખાતુ બંધ થઇ ગયેલ છે જે બેંક ખાતુ ચાલુ કરવા માટે તેમજ આ બાબતે નોટરાઇઝ કરવા માટે વકીલ રાખવો પડશે જેથી તમારે રૂપીયા ભરવા પડશે જેથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ રૂ.16,15,820 રૂપિયા જમા કરાવેલ હતાં.બાદમાં હજુ પણ બીજા વધુ ડોકયુમેન્ટ તૈયાર કરવા માટે વધુ રૂ.20 લાખની માંગણી કરતા તેઓને શંકા જતા ઓનલાઇન ફ્રોડ થયેલનુ જણાતા તુરંત સાયબર હેલ્પ લાઇન નં.1930 મા કોલ કરી ફરીયાદ કરી હતી.
બનાવ અંગેની ફરીયાદ પરથી સાયબર ક્રાઇમે ગુનો નોંધી પીઆઈ કે.જે.મકવાણા અને ટીમે તપાસ હાથ ધરી હતી.બીજા બનાવમાં માલવીયનગર નગર પાછળ ગુરુપ્રસાદ સોસાયટી બ્લોક નં 06 માં રહેતાં પ્રદીપભાઈ ઉપેંદ્રભાઈ રાવલ (ઉ.વ.62) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે મોબાઈલ નંબર 7302428952, <a href="tel:8439387788">8439387788 નંબરના ધારક પ્રવિણ શર્મા અને બેંક ઓફ ઇન્ડીયાના બેંક એકાઉન્ટ ધારકનું નામ આપતાં સાયબર ક્રાઇમે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, સીંચાઈ ખાતામાંથી ડેપ્યુટી ઈન્જીનીયરના પદ પરથી નિવૃત થયેલ છે અને આઈસીઆઈસીઆઈ બેંકમાં એકાઉન્ટ ધરાવે છે. ગઈ તા19/06/2023 ના તેઓ ઘરે હતાં ત્યારે તેઓને ચારધામ યાત્રામાં જવાનુ નક્કી થયેલ હતુ જેથી ઓનલાઈન ચારધામ યાત્રા પેકેઝ માટે સર્ચ કરેલ જેમાં અતિથી ટ્રીપ હોલીડેઝ નામની ટુર્સ કંપની જોવા મળેલ હતી. જેમાં પ્રવીણ શર્મા નો કોન્ટેક્ટ નં.<a href="tel:8439387788">8439387788 લખેલ હતો જેમાં કોલ કરતા સામાવાળાએ ચારધામ યાત્રાના પેકેઝ માટે વ્યક્તિ દિઠ રૂ.30 હજાર જણાવેલ હતા. જેથી તેમના પરીવાર તથા મીત્ર સર્કલના ફૂલ 26 સભ્યો માટે પેકેઝના કૂલ રૂ.7,80 લાખ જણાવેલ અને એડવાન્સ પેમેંટ કરવા કહેલ હતુ. બાદમાં તેમની સાથે અલગ અલગ મોબાઈલ નંબર પર પેકેઝ બાબતે વારંવાર વાતચીત થયેલ હતી. બાદમાં ફરિયાદીને વિશ્વાસ આવતા ઓનલાઈન ટ્રાંજેક્શનથી કટકે કટકે કૂલ રૂ.6,66,999 ચુકવેલ હતા.
બાદમાં તેઓના ગ્રૂપ સર્કલમાંથી 26 વ્યક્તી ની જગ્યા એ 22 વ્યક્તીને ચારધામ યાત્રામાં જવાનુ નક્કિ થયેલ અને સામાવાળાએ તા.21/09/2023 થી 10/10/2023 નું પેકેઝ આપવાનુ જણાવેલ હતું. જેથી તા.21/09/2023 ના તેઓ હરીદ્વાર પોંચેલ હતા. ત્યાં તેઓને જાણ થયેલ કે, ત્યાં અમારૂ કોઈ પેકેઝ બુકીંગ થયેલ નથી અને સામા વાળાને કોલ કરતા મોબાઈલ નંબર બંધ થઈ ગયેલ હતો. જેથી તા.22/0 9/2023 ના હરિદ્વારના કનખલ પોલીસ સ્ટેશનમાં બાબતની જાણ કરેલ હતી. બાદમાં તમામ જાત્રાળુઓ પોતાના ખર્ચે હરીદ્વારથી ચારધામ યાત્રા કરી પરત થયેલ હતા. બાદમાં ફરિયાદી અને તેમની સાથેના જાત્રાળુઓ સાથે થયેલ રૂ.6.66 લાખની છેતરપીંડી મામલે ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગે સાયબર ક્રાઇમે ગુનો નોંધી પીઆઈ એમ.એ.ઝણકારે અને ટીમે તપાસ હાથ ધરી હતી.
22 યાત્રાળુનો સંઘ હરિદ્વાર પહોંચ્યો ત્યારે ખબર પડી કે, જે હોટલમાં ઓનલાઈન બુકીંગ કરાવ્યું હતું તે ફ્રોડ હતું, નિવૃત સિંચાઈ ઈજનેર પ્રદિપભાઈ રાવલની ફરિયાદ પરથી રૂ।.66 લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.