બેંકની જટિલ પ્રક્રિયાને કારણે લોકો વ્યાજખોરો સુધી પહોંચે છે, ડોક્યુુમેન્ટ માટે પોલીસ મદદ કરશે : CP
કુવાડવા પોલીસ મથક વિસ્તારના 12 ગામની 120 મહિલાને રૂ.18 લાખની લોન અપાવી
અનેક લોકો આર્થિક તંગીને કારણે વ્યાજખોરો પાસેથી નાણાં લેવા મજબૂર બનતા હોય છે અને બાદમાં ફસાઇ જાય છે, ઊંચું વ્યાજ ચૂકવવા છતાં આવા મજબૂર લોકો પાસેથી વધુને વધુ વ્યાજ પડાવવામાં આવતું હોય છે, કેટલાક લોકો વ્યાજખોરો પાસેથી નાણાં લે છે તેનું કારણ એ હોય છે કે, બેંકમાંથી તેમને ઝડપથી લોન મળી શકતી નથી ખાનગી બેંકોમાં અમુક ડોક્યુમેન્ટની જરૂર હોય છે તેવા ડોક્યુમેન્ટ દરેક લોકો સરળતાથી એકઠા કરી શકતા નથી જે કારણે બેંક લોનથી દૂર ભાગતા હોય છે.
પરંતુ શહેર પોલીસે એક ઝુંબેશ શરૂ કરી છે તેના ભાગરૂપે શહેર પોલીસ લોનમેળા યોજી જરૂરતમંદોને બેંકોમાંથી લોન અપાવશે, અને આ ઝુંબેશ લોકોને વ્યાજખોરોની ચુંગાલમાંથી બચાવી શકશે, લોનમેળામાં લોકોને જરૂરી ડોક્યુમેન્ટ સરળતાથી મળી જાય તેવા પ્રયાસો પણ પોલીસ દ્વારા કરવામાં આવશે તેવું રાજકોટ શહેર પોલીસ દ્વારા આયોજિત લોનમેળામાં શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું. પોલીસ હેડ ક્વાર્ટર ખાતે યોજાયેલા લોકમેળામાં કમિશનર ભાર્ગવે એવું પણ જણાવ્યું હતું કે, વ્યાજખોરોને ખો ભૂલવવા માટે અત્યાર સુધીમાં શહેરમાં 56 ગુનામાં 114 આરોપી વિરુદ્ધ મનીલેન્ડ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.