આંગણવાડીઓમાં બાળકોને ભણાવાય રહ્યાં છે પોષણનાં પાઠ
આંગણવાડીઓમાં બાળકોને ભણાવાય રહ્યાં છે પોષણનાં પાઠ
પોષણ માહ-૨૦૨૩ અંતર્ગત રાજ્યભરની આંગણવાડીઓમાં સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારતના મંત્ર સાથે વિવિધ ઉજવણી કરવામાં આવી રહી છે. બોટાદ જિલ્લાનાં ગઢડા ઘટક ખાતે પોષણમાસ અંતર્ગત પોષણ બાબતે જનજાગૃતિ લાવવા ટેક હોમ રેશનનું મહત્વ સમજાવી મહિલાઓ તેમજ કિશોરીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત પોષણમાસ અંતર્ગત સ્વસ્થ બાલક-બાલિકા સ્પર્ધા તથા આંગણવાડી વર્કરબહેનો દ્વારા આંગણવાડીમાં આવતાં બાળકોના વજન તેમજ ઊંચાઈની માપણી કરવામાં આવી હતી. આંગણવાડીઓમાં બાળકોનાં પોષણનું નિરીક્ષણ કરવામાં આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.