મેંદરડા ના મણીનગર અને સાતવડલા વિસ્તાર માં દીપડાના આટા ફેરાથી લોકોમાં ભયનો માહોલ છવાયો તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાની લોકોની માંગ - At This Time

મેંદરડા ના મણીનગર અને સાતવડલા વિસ્તાર માં દીપડાના આટા ફેરાથી લોકોમાં ભયનો માહોલ છવાયો તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાની લોકોની માંગ


મેંદરડાના મણીનગર અને સાત વડલા વિસ્તારમાં દીપડાના આટા ફેરા થી લોકોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે
ગત રાત્રિના ગોવિંદ પાર્ક વિસ્તારમાં દીપડાએ એક વાછરડાનો શિકાર કરી ફાડી ખાધેલ હાલતમાં મૃતદેહ મળ્યો હતો ત્યારે વન વિભાગ અને ગ્રામ પંચાયત સંયુક્ત સંકલન કરી આ બાબતે લોકોની પરેશાનીનો સુખદ અંત લાવવા પ્રયાસ કરવા ખૂબ જ જરૂરી બન્યો છે
આ વિસ્તારમાં ગાંડા બાવળ સહિત અનેક વૃક્ષો ખૂબ મોટા પ્રમાણમાં હોવાથી માનવ પક્ષી દીપડો વર્ષાઋતુ દરમિયાન જંગલ છોડી શિકાર ની શોધમાં રહેણાક વિસ્તાર તરફ આવી ચડતા હોય છે
ખાસ કરીને મણીનગર અને સાતોડલા વિસ્તારમાં અવારનવાર દીપડો આટા ફેરા કરતા લોકોમાં ભયનો માહોલ છવાયેલો છે આ બંને વિસ્તારમાં આશરે ત્રણ હજાર થી પાંત્રીસો જેટલા લોકો પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે જેમાં લોકો મજૂરી કરવા જતાં પણ ડરી રહ્યા છે અને રાત્રિ દરમિયાન વૃદ્ધો બાળકો મહિલાઓ સહિતના લોકો ઘરની બહાર પણ નીકળતા ડરી રહ્યા છે હાલ વર્ષાઋતુ દરમિયાન ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ થતાં આ વિસ્તારમાં ગાંડા બાવળ સહિત અનેક વૃક્ષો જાડી જાખરાઓ થઈ જતા દીપડાને છુપાવુ ખૂબ આસાન થઈ રહ્યું છે
ઉપરોક્ત બાબતે રહીશો દ્વારા ગ્રામ પંચાયતને મૌખિક અને વન વિભાગ કચેરીને પણ રજૂઆત કરી જાણ કરવામાં આવેલ હોવા છતાં કામગીરી થયેલ નથી તેમ જ રહીશો દ્વારા મામલતદાર કચેરી પ્રાંત અધિકારી મેંદરડા પોલીસ જિલ્લા પ્રમુખ ધારાસભ્ય સહિતનાઓને લેખિત અરજી કરવામાં આવેલ છે
ઉપરોક્ત બાબતે ગ્રામ પંચાયત અને વન વિભાગ દ્વારા સંયુક્ત રીતે કામગીરી કરી લોકોની સુખાકારી માટેના પગલાં લેવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ વિસ્તારના લોકોની માંગણી સ્વીકારી કામગીરી કરવામાં આવે તેવી લોક માંગણી ઉઠવા પામેલ છે
રીપોર્ટ-કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.