ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા કોડીનાર ઉના તાલુકાનાં ખેડૂતો યુરિયા ખાતરની અછતથી ખેડૂતો હજુ પણ પરેશાન આમતેમ ભટકતાં ખેડૂતો ત્રાહીમામ - At This Time

ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા કોડીનાર ઉના તાલુકાનાં ખેડૂતો યુરિયા ખાતરની અછતથી ખેડૂતો હજુ પણ પરેશાન આમતેમ ભટકતાં ખેડૂતો ત્રાહીમામ


તા:4 ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકામાં તેમજ કોડીનાર ઉના તાલુકાનાં અનેક ગામડાઓમાં ઘણાં લાંબા સમયથી ખાતરની અછત વારંવાર થવાથી ખેડૂતો પણ ખાતર માટે સંઘમાં કે ડેપોમાં કે એગ્રોમાં ખાતર નિયમિત નાં મળવાથી ખેડૂતો યુરિયા ખાતર માટે આમથી આમ ભટકતાં જોવાં મળે છે જેમાં ગીર ગઢડા તાલુકાનાં બોડીદર ઝાંઝરીયા સોનપરા સનવાવ ધાબાવડ આંબાવડ હરમડિયા જેવાં અનેક ગામડાઓમાં પણ હજુ પણ ખાતરની અછત નાં લીધે ખેડૂતો એક બીજા તાલુકામાં ટેલીફોનીક વાતચીત કરીને એક બીજાં ગામડાંમાં ખેડૂતો પુછપરછ કરી જાણકારી મેળવી આમ તેમ સતત ખાતર માટે ભટકતાં જોવાં મળે છે જ્યાં ખેડૂતોને ગામડું હોય કે તાલુકો કે પછી શહેરમાં હોય જ્યાં ખાતર મળે છે એમનાં પોતાનાં કામ ધંધા છોડીને ખાતર લેવાં માટે લાઇનોમાં ગોઠવાઈ જાય છે તેમ સતા ખાતરની અછત હોવાનાં કારણે ખેડૂતો ખાતર વઞર વળતાં પાણીએ પાછાં ફરે છે પણ ખેડૂતોને એક થેલી ખાતર હાથમાં આવતું નથી ત્યારે ખેડૂતોમાં એક ચર્ચાનો વિષય બન્યો છે કે યુરીયા ખાતર સંગ્રહો ખાતર સંગ્રહ કરે છે કે ??? પછી સરકાર ખાતર વિતરણ કરવામાં નિષ્ફળ છે ??? એવા અનેક સવાલો ખેડૂતોમાં પુરજોશમાં એક ચર્ચાનો વિષય બની ઞયો છે

જેમાં ઉના અને કોડીનાર તાલુકાનાં અનેક ગામડાઓમાં પણ અનેક ખેડૂતો હાલ ખાતરથી વંચિત દેખાઈ રહ્યા છે
ખાતર ટાઇમ ઉપર નાં મળવાથી તેમનાં ઘઉ જુવાર ચણા જેવો પાક હાથમાંથી સરકી જશે એવી ચિંતા ખેડૂતોમાં દેખાઈ રહી છે એવું પણ જાણવા મળી રહ્યું છે હાલમાં ઉના કોડીનાર ગીર ગઢડા જેવાં તાલુકાનાં અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ઘઉં જુવાર અને ચણાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર છે જેમાં હાલનાં પાકને પોષણ માટે યુરિયા ખાતરની મોટી જરૂરિયાત છે જેમાં અમુક જગ્યાએ ખાતરની થેલી સાથે નેનોની બોટલ પણ પકડાવામાં આવે છે અને યુરિયા ખાતર જરૂરિયાત નાં ટાઈમ ઉપર નહીં મળે તો ખેડૂતોનો હાથમાં આવેલો કોળીયો મોઢેથી અચકાઈ જશે એવું ચર્ચાએ પણ જોર પકડ્યું છે ત્યારે ખેડૂતોને તાત્કાલિક સરકાર દ્વારા ખાતર વિતરણ કરવામાં આવે નહિતર નાં છુટકે ખાતર માટે ઉગ્ર આંદોલન કરવાની પણ ફરજ પણ પડશે અને તાત્કાલિક ખાતર વિતરણ કરે એવી ખેડૂતોની ઉગ્ર માંગ ઉઠવા પામેલ છે

પ્રેસ રિપોર્ટર ડિ.કે વાળા ઞીર ઞઢડા ઞીર સોમનાથ


8780138711
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.