ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં બોડીદર ગામે મહાકાલી માતાજીનાં મંદિરે ભવ્ય ઘીની પૂંજા
તા:8 ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં બોડીદર ગામે મહાકાલી મંદિરનાં લાભાર્થે આવતીકાલે ઋષિ પંચમીને રવિવારનાં રોજ બોડીદર ગામનાં મહાકાલી માતાજીનાં મંદિરે શિવ પાર્વતી ગણપતિની ઘીની પૂંજાનું આયોજન કરેલ હતું જે આજરોજ રાત્રે ઘીની પૂંજા ચડાવવામાં આવી હતી જેમાં સોનપરા બોડીદર ગામનાં દરેક આગેવાનો સભ્યો જોડાયાં હતાં આવતીકાલે મહાકાળીનાં મંદિરે ઋષિ પંચમીનાં દિવસે ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવેલ છે તો દરેક આજુબાજુ ગ્રામ્ય વિસ્તારની જનતા દર્શન માટે ઉમટી પડશે એવી માહિતી મળી હતી
આ ઘીની પૂજાનાં દાતાશ્રી પૂર્વ તાલુકા પંચાયતનાં સદસ્યશ્રી મહેશભાઈ વાળા અશોકભાઈ વાળા ભાવસિંહભાઈ મોરી તરફથી ચડાવવામાં આવી હતી આ પરીવારે મહાકાળીનાં આશીર્વાદ લઇ અને ધન્યતા પ્રાપ્ત કરી હતી આ મહાકાલી માતાજીનું મંદિર બોડીદર અને સોનપરા ગામ વચ્ચે આવેલું છે જ્યાં સોનપરા બોડીદર ઝાંઝરીયા આલીદર ડોળાસા વેળાકોટ ફાફણી અડવી કણેરી કાણકીયા જેવા અન્ય ગ્રામ્ય વિસ્તારનાં લોકો દર્શન માટે ઉમટી પડશે એવી સ્થાનિક લોકોએ માહિતી આપી હતી આ મંદિર બોડીદર ગામથી બિલકુલ સાવ નજીકનાં અંતરમાં પી.જી.વી.સી.એલ જેટકો પાવર પ્લાન્ટની બાજુમાં આવેલું છે અને આવતીકાલે દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે એવી માહિતી ત્યાંના પૂજારી પ્રકાશ બાપુએ આપી હતી
પ્રેસ રિપોર્ટર ડી.કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ8780138711
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.