યોગથી ભાગે રોગ કાલૅ વિશ્વ યોગ દિવસ ગુજરાતની તમામ જનતાને શુભેચ્છા પાઠવતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા - At This Time

યોગથી ભાગે રોગ કાલૅ વિશ્વ યોગ દિવસ ગુજરાતની તમામ જનતાને શુભેચ્છા પાઠવતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા


નરૅશ ચૉહલીયા જસદણ
જસદણ વિછીયા ના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા દ્વારા આવતીકાલે વિશ્વ યોગ દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જસદણ વિછીયા સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ નાગરિકોને ઋષિ મુનિ કાળથી હજારો વર્ષથી ચાલી આવતી યોગ પ્રથા જેને વિશ્વના વૈજ્ઞાનિકોએ પણ સ્વીકાર કર્યો છે અને નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવે છે અને આખા વિશ્વએ આ યોગ દિવસને સ્વીકાર્યો છે અને ભારતની ઋષિમુનિઓની પરંપરા નું અનુકરણ કરી આખા વિશ્વ એ આ યોગ દિવસ વિશ્વ યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે જીવનમાં કરો યોગ સદા રહો નિરોગ વિશ્વ યોગ દિવસની ગુજરાત સરકારના કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળીયાએ જસદણ વિછીયા રાજકોટ સૌરાષ્ટ્ર ગુજરાતની જનતાને શુભેચ્છા અને શુભકામના પાઠવી હતી એમણે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રિય યોગ દિવસનો શ્રેય દેશના ભારતના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શીરે જાય છે ૧૦ વર્ષ પહેલાં એમનાં નેતૃત્વમાં આ દિવસનો ખાસ પ્રસ્તાવ એમનાં તરફથી મુકવામાં આવ્યો હતો યોગ એ આપણાં દેશની પ્રાચીન પરંપરાની અમુલ્ય ભેટ છે જે આપણાં સ્વાસ્થ્ય અને સુખાકારી માટે મૂલ્યવાન છે ત્યારે દેશમાં યોગ પ્રત્યે જાગૃતિ ફેલાવનારા નરેન્દ્રભાઈ મોદીને પણ આ માટે શાબાશી દેવી ઘટે એમ અંતમાં કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.