કિંગ્સ હાઈટ્સ ખાતે આશ્રય,સવારે પ્રબુધ્ધ નાગરિકો સાથે બેઠક સાંજે દિવ્ય દરબાર યોજશે, 600થી વધુ પોલીસ જવાનોનો લોખંડી બંદોબસ્ત
બાગેશ્વરધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આજથી 3 દિવસ રાજકોટની મુલાકાતે છે ત્યારે આજે સોમનાથ મહાદેવના દર્શન કરી તેઓ હેલિકોપ્ટર મારફત સાંજના રાજકોટ શહેર પહોંચશે અને અમીન માર્ગ પર આવેલ કિંગ્સ હાઈટ્સ એપાર્ટમેન્ટ ખાતે આશ્રય સ્થાને રોકાણ કરશે અને આવતીકાલથી બે દિવસ રેસકોર્સ મેદાન ખાતે દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ તૈયારીઓને સમિતિ દ્વારા આખરી આપવામાં આવી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.