રાજકોટમાં સ્ક્રેપના ધંધાર્થીના જીએસટી નંબરનો ઉપયોગ કરી રૂ.12.77 કરોડના બિલ ઉધારી નાંખ્યા - At This Time

રાજકોટમાં સ્ક્રેપના ધંધાર્થીના જીએસટી નંબરનો ઉપયોગ કરી રૂ.12.77 કરોડના બિલ ઉધારી નાંખ્યા


રાજકોટમાં અંબિકા ટાઉનશીપ નજીક રહેતાં અને સ્ક્રેપનો ધંધો કરતાં કલ્પેશભાઈ રાણપરીયા એક વર્ષ માટે મુંબઇ ગયા તે દરમિયાન તેમની સાથે ધંધો કરતાં અક્ષય પીપળીયાએ સીએ ગૌરવ પીઠડીયા પાસેથી 5 હજારમાં કલ્પેશભાઈની પેઢીના જીએસટી આઈડી પાસવર્ડ મેળવી માર્ચ થી ઓગસ્ટ-2023 સુધીમાં રૂ.12.77 કરોડના બિલ ઉધારી છેતરપીંડી આચરતાં એ. ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે રાજકોટમાં અંબિકા ટાઉનશીપ માર્ગ નં.2 નંદન હિલ્સ એપાર્ટમેન્ટમાં રહેતાં કલ્પેશભાઈ મોહનભાઈ રાણપરીયા (ઉ.વ.39) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ગૌરવ કિરીટ પીઠડીયા અને અક્ષય જેન્તી પીપળીયાનું નામ આપતાં એ. ડિવિઝન પોલીસે છેતરપીંડી, આઈટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ કોઠારીયા સોલવન્ટ મહમદબાગના ગેઇટ પાસે કલ્પેશ ટ્રેડીંગ નામના ડેલામાં ભંગારની લે-વેચ કરે છે. આશરે અઢી વર્ષ અગાઉ ઢોલરામાં ભંગારની લે-વેચ કરતા અક્ષ પીપળીયા પાસેથી આઠેક લાખ રૂપીયાનો બીડનો ભંગાર વેચાણથી ખરીદ કરેલ હતો.
જે પેટે આઠ લાખનો ચેક અક્ષય પીપળીયાને આપેલ હતો. જેમાં રૂ.4 લાખનો ભંગારનો માલ ખરાબ હોય જેથી તેના ભંગારનો માલ પરત કરેલ હતો અને બાદમાં કામ ધંધો સારો ચાલતો ન હોય જેથી તેઓ સ્ક્રેપના કામ કાજ અર્થે મુંબઇ ગયેલ અને ત્યાં થોડા દિવસ રોકાયેલ અને ત્યાં સ્ક્રેપનો ધંધો ચાલુ કરેલ હતો.
મુંબઈ એકાદ વર્ષ રોકાયેલ ત્યાર બાદ તેઓ એકાદ વર્ષ પહેલા રાજકોટ પરત આવેલ અને તેમનું સી.એ.નું કામ કાજ સંભાળતા ગોંડલ રોડ પર જિમ્મી ટાવરમાં ઓફીસ ધરાવતાં ગૌરવ પીઠડીયા પાસે તેમની ઓફીસે ગયેલ અને તેમની પાસે પોતાના જી.એસ.ટી.ના આઇ.ડી. પાસવર્ડ માંગતા તેમણે વાત કરેલ કે, માર્ચ-2023 માં અક્ષય મારી પાસે ઓફીસે આવેલા અને જણાવેલ કે, કલ્પેશભાઇનું અકસ્માત થયેલ છે અને મારે તેઓના જી.એસ.ટી.ના આઇ.ડી. પાસવર્ડની જરૂર છે તમે મને આપો તેમ કહેતા અક્ષયને કહેલ કે, મારે અલ્પેશભાઇ પાસેથી ફી પેટેના રૂ.10 હજાર લેવાના બાકી છે તમો મને આપો તો હું આઇ.ડી. પાસવર્ડ આપું તેમ કહેતા તેમને રૂ.15 હજાર આપતા તમારા જી.એસ.ટી.ના આઈ.ડી. પાસવર્ડ અક્ષયને આપેલ હતાં.
જેથી અક્ષય પાસે જઈ જી.એસ.ટી.ના આઈ.ડી. પાસવર્ડ માંગતા તેઓએ કહેલ કે, મારી પાસે તમારા જી.એસ.ટી.ના આઈ.ડી. પાસવર્ડ નથી અને તમારે મને રૂપીયા આઠ લાખ આપવા ન પડે જેથી તમો મારી પાસે ખોટુ બોલો છો તેવી વાત કરેલી હતી. ત્યારબાદ એકાદ મહીના પછી ઓગષ્ટ-2023 માં તેને જી.એસ.ટી.ના આઈ.ડી. પાસવર્ડ પરત આપેલ હતાં.
ત્યારબાદ તેમના મીત્ર વિપુલભાઇ પટેલ ને વાત કરતા તેઓએ તેમના સી.એ. મહેશભાઇનો કોન્ટેકટ કરાવતા તેઓને મળી વાત કરી તેમની પાસે જી.એસ.ટી.ના આઈ.ડી. પાસવર્ડ ચેક કરાવતાં માર્ચ-2023 થી ઓગષ્ટ-2023 સુધીમાં અક્ષય પીપળીયાએ કલ્પેશ ટ્રેડીંગ પેઢીના જી.એસ.ટી.ના આઈ.ડી. પાસવર્ડનો દુરૂપયોગ કરી રૂ.12,77, 50,054.73 (બાર કરોડ સીતોતેર લાખ પચાસ હજાર ચોપન રૂપીયા તોતેર પૈસા) ના ખોટા બીલો ફરિયાદીની પેઢીના જી.એસ.ટી. ખાતામાં બનાવેલ હતાં.
બનાવ અંગેની ફરીયાદ પરથી એ.ડિવિઝન પોલીસે ગુનો નોંધી પીઆઈ આર.જે.બારોટ અને ટીમે આરોપીની શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.