જસદણની કોટડીયા હોસ્પિટલમાં માનવતા મહેકી ઊઠી: ડોકટરે ડિલિવરીનો એક રૂપિયાનો ચાર્જ ન લીધો
જસદણની કોટડીયા હોસ્પિટલમાં માનવતા મહેકી ઊઠી: ડોકટરે ડિલિવરીનો એક રૂપિયાનો ચાર્જ ન લીધો
જસદણના આટકોટરોડ પર આવેલ વિખ્યાત કોટડીયા હોસ્પિટલના ડોકટરોએ માનવતા દર્શાવી એક મુસ્લિમ પરિવારની પુત્રીની જોખમી ડિલિવરી વગર પૈસે કરાવી પુણ્યનું ભાથું બાંધ્યું હતું જસદણ વીંછિયા બાબરા રાજકોટ પંથકમાં આમ તો વર્ષોથી આ કોટડીયા પરિવારનું નામ આદર થી લેવામાં આવે છે કારણ કે દરેક વિસ્તારમાં થતાં સેવાકીય પ્રવૃતિઓમાં કોટડિયા પરિવારનું નામ મોખરે હોય છે ત્યારે ડિલિવરી અંગે વિગતે વાત કરીએ તો જસદણમાં વર્ષોથી રેહતા એક મુસ્લિમ પરિવારની પુત્રી ડિલિવરી માટે જસદણ આવી હતી ત્યારે તેમણે ડો. પંકજભાઈ કોટડિયાને ત્યાં ડિલિવરી કરાવવા ગયાં જોખમી ડિલિવરી હોવા છતા ડો. કોટડિયાએ ફ્કત માનવતાના નાતે બધું વિનામૂલ્યે કરી આપ્યું હતું આ અંગે મુસ્લિમ પરિવારના પુત્રીના પિતાએ જણાવ્યું હતું કે અમારી આર્થિક સ્થિતિ બહુ સારી કહી ન શકાય પણ ઘરે ડિલિવરીના કારણે થોડોક મેળ કર્યો હતો પણ પણ ડો. કોટડિયા સાહેબ અને મનસુખભાઈ કોટડિયાએ એક ખરાં અર્થમાં નિ:સ્વાર્થ માનવતા દર્શાવી હતી આ તકે એમનો ઉપકાર ક્યારેય ભૂલી નહિ શકીએ.
હુસામુદ્દીન કપાસી જસદણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.