ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં બોડીદર થી ફાફણી ગામે અને ફાફણી થી કોડીનાર જતાં જાહેર રસ્તાઓ ઉપર ખેડૂતોએ કરેલું દબાણ દૂર કરવાં બાબતે ખેડૂતોએ આત્મ વિલોપનની ચિમકી આપી હતી જેનાં અનુસંધાનમાં ગઈકાલે ઞીર ઞઢડા તાલુકાનાં મામલેતદારએ દબાણ કરેલ રસ્તાની લિધી મુલાકાત જો દબાણ હટાવવામાં નહીં આવે તો દબાણ કરનારાંની ખેર નથી
તા:2 ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં બોડીદર ગામેથી ફાફણી અને ફાફણી થી કોડીનાર જતાં જાહેર અને રેકર્ડ ઉપર કાયદેસરનો કાયમી રસ્તો છે આ રસ્તા ઉપર ખેડૂતો દ્વારા જાહેર રસ્તા ઉપર અનેક ખેડૂતોએ દબાણ કરતાં આજે 36 ફુટનો રસ્તો ક્યાંક 8 થી 10 ફુટનો સાંકડો રસ્તો થઇ જતાં અનેક ખેડૂતોએ સાથે મળીને એમનાં અનુસંધાને એક આત્મવિલોપનની ચીમકી સાથેનું આવેદનપત્ર આપતાં ખળભળાટ મચી ઞયો હતો આ આવેદનપત્રનાં અનુસંધાને ગીર સોમનાથ જિલ્લાનાં કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાનાં માર્ગદર્શન મુજબ એક સંકલ્પ સાથે આપણું નથી આપણું થવાનું નથી એવાં સંકલ્પ સાથે નીચેની વડી કચેરીનાં કર્મચારીઓને આદેશ કરતાં કર્મચારીઓ દોડતાં થયાં હતાં
જેમાં ગઈકાલે ઞીર ઞઢડા તાલુકાનાં વડી કચેરીનાં સર્કલ ઓફિસર રેવન્યુ તલાટી મંત્રી મામલેતદાર સાહેબએ આ રસ્તાની રૂબરૂ મુલાકાત લેતાં જાણવા મળ્યું છે અને આ કર્મચારીઓ એ સ્વીકાર્યું છે કે રસ્તો કાયદેસર દબાણ કરેલ છે જેમનાં અનુસંધાને સ્થળ ઉપર જ ખેડૂતોને કારણદર્શક નોટિસો આપીને દબાણ હટાવવા આદેશ કરવામાં આવ્યો છે આ નોટિસમાં (1) દિવસનો સમય આપવામાં આવ્યો છે અને ખેડૂતો પોતાનું રસ્તાઓ ઉપર જે કાંઈ દબાણ હોય તો રાજીખુશીથી દબાણ હટાવી લેઇ નહીં હટાવવામાં આવે તો દબાણકારોની ખેર નથી અને તારીખ 3નાં રોજ માપણી સાથે આ રસ્તો ખુલ્લો કરવામાં આવશે અને કાયદેસર રીતે દબાણ હટાવવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને 36 ફૂટનો રસ્તો ખુલ્લો કરવામાં આવશે એવું જાણવા મળ્યું હતું જેમાં આગળ પણ રસ્તો કાપીને લાખો રૂપિયાનું માટી ખંનન પણ થઈ ગયેલું છે એ પણ જોવાં અને જાણવાં મળ્યું હતું
જ્યારે ખેડૂતોમાં એ છે સવાલ છે કે આઞળ પણ લાખો રૂપિયાની માટીનું ખનન કરનાર ઉપર કાયદેસરની કાર્યવાહી થશે કે નહીં ??? એવું પણ ખેડૂતોમાં ચર્ચાઇ રહ્યું છે આગળ પણ રસ્તો કાપી લાખો રૂપિયાની માટીનું ખનન થયેલ છે જે રસ્તામાં લાખો રૂપિયાની માટી નાખીને રસતો રીપેર થાય એવું પણ જોવાં અને જાણવાં મળ્યું છે ત્યારે જોવાનું એ રહ્યું કે દરેક ખેડૂતોને ન્યાય મળશે કે નહીં એવું પણ ખેડૂતોમાં ચર્ચાઈ રહ્યું છે ખેડૂતોમાં એવું પણ ચર્ચાઇ રહ્યું છે કે આગળ પણ ગૌચરની ઘણી જમીન છે જેમાં પણ આગળ રસ્તાની કાપણી કરેલ છે જેમાં પણ કાયદેસરની કાર્યવાહી થાય એવી પણ ખેડૂતોની માગણી ઉઠવા પામી છે
પ્રેસ રિપોર્ટર ડિ કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
8780138711
આ પ્રકારના તમામ સમાચાર માટેે
