પશુ પાલકને મળતી લોનમાં બનાવટી ડોક્યુમેન્ટ ઉભા કરી બેંક સાથે લાખોની છેતરપિંડી કરવાના બનાવમાં અને બેન્કના હપ્તા નહીં ભરવાની બાબતમાં ઢાંક ગામના પુરૂષો અને મહિલાઓ સહિત નવ વ્યક્તિઓ સામે નોંધાવાઈ પોલીસ ફરિયાદ
એચ.ડી એફ.સી. બેન્કના રિજનલ મેનેજરે ભાયાવદર પોલીસ મથકમાં 64 લાખ ઉપરાંતની છેતરપિંડીની નોંધાવી છે ફરિયાદ
આટલી મોટી છેતરપિંડીમાં જવાબદાર બેંકની પણ છતીઓ નીકળી શકે તેવી પણ શક્યતા
(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા. ૧૦ જુન ૨૦૨૪, ઉપલેટાની HDFC બેન્કમાં ખોટા બિલો અને ડોક્યુમેન્ટ રજૂ કરી લાખો રૂપીયાની લોન મેળવી લોન નહીં ભરેલ તેમજ શરતોનું પાલન નહીં કરતા HDFC બેન્કના રિજનલ મેનેજર દ્વારા ઢાંક ગામના નવ વ્યક્તિઓ સામે છેતરપિંડી સહિતની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે જેમાં આ છેતરપિંડીમાં બેંક મેનેજર દ્વારા પુરૂષો તેમજ મહિલાઓ સહિત નવ જેટલા વ્યક્તિઓના નામની ભાયાવદર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ બાબતના ફરિયાદી અને HDFC બેન્કના રિજનલ મેનેજર કેતનભાઇ જગદીશચંદ્ર દવે દ્વારા પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે જેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે વ્યક્તિઓ HDFC બેન્કની ઉપલેટાની શાખામાં ગ્રાહક બની પશુ ખરીદવા માટે તેમજ પશુ સંબંધિત પશુપાલકોને મળતી લોન મેળવવા માટેની અરજીઓ કરી તેમની સાથે દૂધની આવક અંગેના દાખલાઓ તેમજ અલગ-અલગ દૂધની ડેરીઓ ખાતેથી બનાવટી ડોક્યુમેન્ટ મેળવી અને ખોટી માહિતીઓ આપી બનાવટી ડોક્યુમેન્ટ ને ખરા તરીકે ઉપયોગ કરી બેંકમાંથી લોન મેળવી બેંકને લોનની રકમ નહીં ચૂકવતા તેમજ લોનના એગ્રીમેન્ટની શરતોનું પાલન નહીં કરતા બેન્ક દ્વારા આપવામાં આવેલી કુલ રૂપિયા 64,66,449/- ના નાણાની રકમ નહીં ચૂકવતા બેંક સાથે છેતરપિંડી કરી હોવાની બાબતે બેંક દ્વારા ભાયાવદર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ મામલાની અંદર HDFC બેન્કના મેનેજર દ્વારા નોંધાવેલી પોલીસ ફરિયાદમાં ઉપલેટા તાલુકાના ઢાંક ગામના મહાવીરસિંહ ગોગુભા વાળા, રમેશભાઈ કાનભાઈ કરોતરા, ભીખાભાઈ પુંજાભાઈ ભારાઈ, હીરાભાઈ ધાનાભાઈ ભારાઈ, ભીખુભાઈ મંગળુંભાઈ ભીખુભાઈ માલા, મધુબેન હરસુરભાઈ માકડ, ભીખાભાઈ ચનાભાઈ કરોતરા, ટમુબેન ભીખાભાઈ કરોતરા અને રંજનબેન ભાણાભાઈ ડાંગર સહિત નવ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાય છે જેમાં પોલીસે પુરૂષો તેમજ મહિલાઓ સહિત નવ વ્યક્તિઓ સામે I.P.C. કલમ 406, 420, 465, 468, 471 મુજબ ગુનો નોંધી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
આ મામલામાં અલગ-અલગ વ્યક્તિઓ દ્વારા પશુપાલકોને લોન આપ્યા બાદ ગ્રાહકો દ્વારા બેંકને નાણાં નહીં ચૂકવતા બેંક દ્વારા લીગલ કાર્યવાહી હાથ ધરી હોવા છતાં પણ ગ્રાહકોએ પૈસા નહીં ચૂકવતા બેંકના રિજનલ મેનેજર કેતનભાઇ જગદીશચંદ્ર દવે દ્વારા આ મામલે ભાયાવદર પોલીસમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હોવાની માહિતીઓ સામે આવી છે જેમાં અલગ-અલગ કુલ નવ જેટલા વ્યક્તિઓ સામે લાખો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાય છે ત્યારે આ મામલાની અંદર ઊંડાણપૂર્વક તપાસ થાય તો બેંકની પણ ક્ષતિઓ અને ખામીઓ સામે આવી શકે છે તેવી પણ ચર્ચાઓ શરૂ થઈ છે ત્યારે આ મામલાની તપાસ ભાયાવદર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેકટર આર.વી. ભિમાણી ચલાવી રહ્યા છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરવામાં આવે આ HDFC બેંકમાં તે સમયે કોની કેટલી લોન મંજૂર કરવામાં આવેલ હતી તેની વિગતો:-
(1) મહાવીરસિંહ ગોગુભા વાળા – રૂપિયા 09,66,251/-
(2) રમેશભાઈ કાનભાઈ કરોતરા – રૂપિયા 09,66,251/-
(3) ભીખાભાઈ પુંજાભાઈ ભારાઈ – રૂપિયા 09,66,251/-
(4) હીરાભાઈ ધાનાભાઈ ભારાઈ – રૂપિયા 09,66,251/-
(5) મંગળુભાઈ ભીખુભાઈ માલા – રૂપિયા 08,91,924/-
(6) મધુબેન હરસુરભાઈ માકડ – રૂપિયા 09,66,251/-
(7) ભીખાભાઈ ચનાભાઈ કરોતરા – રૂપિયા 09,66,251/-
(8) ટમુબેન ભીખાભાઈ કરોતરા – રૂપિયા 09,66,251/-
(9) રંજનબેન ભાણાભાઈ ડાંગર – રૂપિયા 07,43,270/-
તસ્વીર/અહેવાલ: આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128
9016201128
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.