સાણંદના વિરોચનનગર મુકામે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વરદ હસ્તે લોકાર્પણ સમારોહ યોજાયો - At This Time

સાણંદના વિરોચનનગર મુકામે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વરદ હસ્તે લોકાર્પણ સમારોહ યોજાયો


*અમદાવાદ : સાણંદ*

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વરદ હસ્તે ભાડજ સર્કલ બ્રિજ, મિલન કેન્દ્ર PHC સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ રવિવારથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેમના હસ્તે સોમવારે સવારે સાયન્સ સીટી સર્કલ ખાતે ઔડાએ ૭૩.૩૩ કરોડના ખર્ચે બનાવેલા ભાડજ સર્કલ ફ્લાય ઓવર બ્રીજનું તેમજ સાણંદના વિરોચનનગર ખાતે પંડિત દિન દયાલ ઉપાધ્યાય મિલન કેન્દ્ર તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને AMC દ્વારા નવનિર્મિત સાઉથ વેસ્ટ ઝોનની કચેરીનું લોકાર્પણ કર્યું હતું તેમજ વિવિધ જગ્યાએ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં સાણંદ જીઆઇડીસી ખાતે ESIC સંચાલિત હોસ્પિટલ અને અમદાવાદમાં 2140 EWS આવાસો અને શકરી તળાવના નવીનીકરણ કાર્યોનો સમાવેશ થાય છે

ત્યારબાદ અમિત શાહ વિરોચનનગરમાં પંડિત દિન દયાલ ઉપાધ્યાય મિલન કેન્દ્રમાં વૃક્ષારોપણ કરીને શ્રદ્ધા સમા મોટણની મેલડી માતાના દર્શનાર્થે આશીર્વાદ લેવા મંદિર પહોંચ્યા હતા

આ તકે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ, ઉપસ્થિત એવા મહાનુભાવો આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, સાણંદ-બાવળા ધારાસભ્ય કનુભાઈ પટેલ,પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડ,પૂર્વ જિલ્લા સદસ્ય અજમલભાઈ બારડ, ગૌ ભક્ત ચૈતન્ય શંભુમહારાજ, તેમજ ભારતીય જનતા પાર્ટીના દરેક નામી , અનામી હોદ્દેદારો, કાર્યકર્તાઓ, ગ્રામજનો સહિત ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

સોમવારે બપોર પછીનો સમય રાજકીય બેઠકો અને સ્થાનિક નેતાઓ સાથેની મુલાકાત માટે અનામત રખાયો છે

દર વર્ષની પરંપરા મુજબ બીજા નોરતે અમિત શાહ માણસા ખાતે કુળદેવીના દર્શનાર્થે જશે

ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અમિત શાહની ગુજરાત મુલાકાત ને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બનવા પામી છે

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાજપના નેતાઓ તેમજ કાર્યકર્તા ઓએ તેમની મુલાકાત નો સમય માંગ્યો હોવાનો જાણવા મળ્યું છે

*..✍🏻 એટ ધીસ ટાઇમ ન્યુઝ ફઝલ પઠાણ સાણંદ અમદાવાદ 📹..*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.