ધોળકા બેઠક પર ૧૫ ઉમેદવારો વચ્ચે જામશે ચૂંટણી જંગ - At This Time

ધોળકા બેઠક પર ૧૫ ઉમેદવારો વચ્ચે જામશે ચૂંટણી જંગ


ધોળકા બેઠક ઉપર થી ૩૦ પૈકી ૧૫ ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા હવે ૧૫ ઉમેદવારો વચ્ચે જામશે ચૂંટણી જંગ : મુખ્ય મુકાબલો કોંગ્રેસ નાં અશ્વિન રાઠોડ અને ભાજપ નાં કિરીટસિંહ ડાભી વચ્ચે ખેલાશે

૫૮ - ધોળકા વિધાનસભા બેઠક ઉપર થી વિધાનસભા ની ચુંટણી લડવા માટે ૩૦ ઉમેદવારી ફોર્મ ભરાયાં હતાં. આજે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ હતી. ૧૫ અપક્ષો એ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા હવે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, લોગ પાર્ટી, પ્રજા વિજય પક્ષ અને ગરવી ગુજરાત પાર્ટી નાં ૭ ઉમેદવારો અને ૮ અપક્ષો વચ્ચે ચૂંટણી જંગ જામશે. મુખ્ય મુકાબલો કોંગ્રેસ નાં અશ્વિન રાઠોડ અને ભાજપના કિરીટસિંહ ડાભી વચ્ચે છે. આમ આદમી પાર્ટી નાં જટુભા ગોળ પણ બન્ને પક્ષોના મતદારો માં ગાબડું પાડે તેવી શક્યતા છે. અપક્ષો પણ મુખ્ય પક્ષો ની ગણતરી બગાડે તો નવાઈ નહી. ધોળકા બેઠક ઉપર થી જે ૧૫ ઉમેદવારો ચૂંટણી લડવાના છે તેની યાદી નીચે મુજબ છે.

અશ્ચિનભાઈ કમસુભાઈ રાઠોડ (ઇન્ડિયન કોંગ્રેસ),
કિરીટકુમાર સરદારસંગ ડાભી (ભારતીય જનતા પાર્ટી),
વિદ્યાબેન ભાઈલાલભાઈ પાંડવ (બહુજન સમાજ પાર્ટી) ,
જટુભા ભૂરૂભાઈ ગોળ (આમ આદમી પાર્ટી ),
જાદવ વિજયકુમાર ગોવિંદભાઈ ( લોગ પાર્ટી ) ,
જોગદિયા વિનોદભાઈ માવદાસ ( પ્રજા વિજય પક્ષ ) ,
ઠાકોર અરવિંદકુમાર રણછોડભાઈ (ગરવી ગુજરાત પાર્ટી ),
પટેલ યોગેશકુમાર નભુભાઈ (અપક્ષ ),
પરમાર વિજયકુમાર વજુભાઇ ( અપક્ષ ),
રાઠોડ ભરતભાઈ રાવજીભાઇ ( અપક્ષ ),
રાઠોડ મનુભાઈ કાનજીભાઈ ( અપક્ષ ),
રાઠોડ હસમુખભાઈ કનુભાઈ (અપક્ષ ),
વાધેલા રમણભાઈ કલજીભાઈ (અપક્ષ),
વ્હોરા ઈકરામુદ્દીનભાઈ બચુભાઈ (અપક્ષ )
વ્હોરા સલીમભાઈ ઇસ્માઇલભાઈ ( અપક્ષ ) નો સમાવેશ થાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.