પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ ઝાલાવાડની પાવન ધરા પર કહ્યું-આ તમારું સુરેન્દ્રનગરને હું નરેન્દ્ર અને આ ભૂપેન્દ્ર આ તો ત્રિવેણી સંગમ છે. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jre1cgu5y1br7q77/" left="-10"]

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ ઝાલાવાડની પાવન ધરા પર કહ્યું-આ તમારું સુરેન્દ્રનગરને હું નરેન્દ્ર અને આ ભૂપેન્દ્ર આ તો ત્રિવેણી સંગમ છે.


તા.21/11/2022/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સુરેન્દ્રનગરમાં ચૂંટણી સભાને સંબોધી હતી. જેમા તેમણે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને વિકાસના મુદ્દા પર ચૂંટણી લડવાની વાત કહી હતી.

નરેન્દ્રમોદીએ પણ ગુજરાતમાં તોફાની પ્રચારની શરૂઆત કરી દીધી છે. મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. પ્રવાસના ત્રીજા દિવસે એટલે કે આજે PM મોદીની ત્રણ સભા સુરેન્દ્રનગર,જંબુસર અને નવસારીમાં છે ઉપરાંત PM નરેન્દ્રમોદીએ રવિવારે સૌરાષ્ટ્રમાં ચાર જાહેરસભાઓ સંબોધી હતી.ઝાલાવાડની ધારા પર સુરેન્દ્રનગરની સભામાં PM મોદીએ કહ્યું કે, મારું સદ્ભાગ્ય છે કે સંતોએ મને હેલિપેડ પર આવીને આશીર્વાદ આપ્યા, ફરી એક વાર સંતોના ચરણોમાં પ્રણામ કરું છું.બધી જ બાજુ કેસરિયા દેખાઈ રહ્યા છે. ગુજરાતમાં પહેલા પ્રો-ઈન્કમબન્સીનો રિવાજ હતો. ગુજરાતની જનતાએ આ રિવાજ બદલી નાખ્યો.આ ચૂંટણી મોદી કે ભૂપેન્દ્ર પટેલ નહીં પણ ગુજરાતની જનતા લડી રહી છે.PM મોદીએ નામ લીધા વગર રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. કહ્યું કે, જેમણે ગુજરાતને તરસ્યુ રાખ્યુ છે તેવા લોકોના ખભે હાથ મુકીને અમુક લોકો યાત્રા કરી રહ્યા છે. સુરેન્દ્રનગરના વાસીઓએ ટેન્ક માફિયાઓનું રાજ પણ જોયું છે. કોઈ એક કોંગ્રેસ નેતાનું નામ બતાવો કે જેમણે પાણી પહોંચાડ્યું હોય.PM મોદીએ વધુમાં કહ્યું કે, ભાજપ માત્ર સપના નથી દેખાડતી પરંતુ સંકલ્પ સાથે પુરા પણ કરે છે. મેં જ્યારે 24 કલાકની વીજળી આપવાની વાત કરી હતી ત્યારે કોંગ્રેસ ટોણા મારતી હતી.10 વર્ષ પહેલા જ ગુજરાતમાં 24 કલાક વીજળી પહોંચી ગઈ હતી.PM મોદીએ કહ્યું કે, વિદેશમાંથી યુરિયા લાવવામાં આવે છે, કેન્દ્ર સરકારને 2 હજારમાં પડે છે પરંતુ ખેડૂતોને સરકાર 270 રૂપિયામાં યુરિયા આપે છે. હવે તો નેનો યુરિયા લાવ્યા છે. તો અમે ભારતમાં યુરિયાની બ્રાન્ડ બનાવવાનું પણ નક્કી કર્યું છે.તેમણે વધુમાં કહ્યું કે, આ વખતે મગફળીના સારા ભાવ છે, પરંતુ પદયાત્રા કરનારાઓને કપાસ અને મગફળી કોને કહેવાય એ પણ ખબર નહીં હોય.મેં કહ્યું હતું કે નર્મદા યોજનાનો સૌથી વધુ લાભ ઝાલાવાડમાં સુરેન્દ્રનગર જિલ્લાને મળશે.આજે તે લાભ તમારા સુધી પહોંચ્યો છે.હું જાણું છું કે ગુજરાતના દરેક ઘરમાં 24 કલાક વીજળી પહોંચાડવી મુશ્કેલ કામ છે, પરંતુ મેં સખત મહેનત કરી છે. હું સખત મહેનત કરું છું અને કામ કરી બતાવું છું.સુરેન્દ્રનગર મીઠાના ઉત્પાદનમાં શ્રેષ્ઠ જિલ્લાઓમાંનો એક છે. દેશનું 80% મીઠું ગુજરાતમાં બને છે. આનાથી લાખો લોકોને રોજગારી મળે છે.PM મોદીએ કહ્યું કે, અમે નાના-મોટા ઉદ્યોગોને પણ પ્રોત્સાહન આપીએ છીએ.સુરેન્દ્રનગરના આગામી દિવસો સુવર્ણ કાળ હશે.વિરમગામ સુધી તો ઉદ્યોગ પહોંચી ગયો છે.લોકોને રોજગારી મળતી થઈ ગઇ છે સરકારે બાળકોના અભ્યાસની પણ ચિંતા કરી છે ગુજરાતમાં 4 હજાર જેટલી કોલેજો બનાવી છે શિક્ષણની વ્યવસ્થામાં વધારો કર્યો છે પહેલા ગુજરાતીઓએ બહાર જવું પડતું હતું, પરંતુ હવે બહારના રાજ્યોના લોકો ગુજરાતમાં આવી રહ્યા છે PM મોદીએ કહ્યું કે, ગુજરાતમાં પહેલા સાઈકલ પણ નહોતી બનતી, પરંતુ હવે વિમાન પણ બને છે આ ચૂંટણી 5 વર્ષની નહીં પરતું આગામી 25 વર્ષ માટે છે કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, તમે મને નીચ જાતિનો કહ્યો, હું તો સામાન્ય પરિવારનો વ્યક્તિ છું, હું તો સેવક છું તમારી સામે મારી કોઈ ઓકાત નથી હું અપમાન સહન કરી લઉં છું, કારણ કે મારે 130 કરોડ જનતાનું ભલું કરવું છે PM મોદીએ કહ્યું, આ તમારું સુરેન્દ્રનગર ને હું નરેન્દ્ર અને આ ભૂપેન્દ્ર, અરે આ તો ત્રિવેણી સંગમ છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ તમામ પક્ષોએ પોતાનો પ્રચાર તેજ કરી દીધો છે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણીમાં સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. વિવિધ પક્ષોના તમામ મોટા નેતાઓ પોતપોતાના પક્ષ માટે પ્રચાર કરવામાં વ્યસ્ત છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]