ચોમાસામાં નદી–નાળા, તળાવ, નહેર, કોઝ-વે, રોડ, ચેકડેમ તરફ અવર-જવર નહિ કરવા તેમજ ઇલેક્ટ્રીક થાંભલા તથા હાઇટેન્શન વાયરની નજીક અવર-જવર નહિ કરવા સૂચના - At This Time

ચોમાસામાં નદી–નાળા, તળાવ, નહેર, કોઝ-વે, રોડ, ચેકડેમ તરફ અવર-જવર નહિ કરવા તેમજ ઇલેક્ટ્રીક થાંભલા તથા હાઇટેન્શન વાયરની નજીક અવર-જવર નહિ કરવા સૂચના


ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ તા.૦૫/૦૭/૨૦૨૪ સુધી મધ્યમથી ભારે વરસાદની પડવાની શક્યતા છે, ત્યારે બરવાળા તાલુકાની જનતાને વરસાદી આગાહીના સમય દરમિયાન સલામતીના હેતુસર બરવાળા તાલુકાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં આ સમયગાળા દરમિયાન નદી – નાળા, તળાવ, નહેર, કોઝ-વે, રોડ, ચેકડેમ, તરફ અવર-જવર નહિ કરવા તેમજ ઇલેક્ટ્રીક થાંભલા તથા હાઇટેન્શન વાયરની નજીક અવર-જવર નહિ કરવા જણાવવામાં આવે છે. કૌતુહલવશ તળાવો, નહેરો પર બિનજરૂરી અવર-જવર વરસાદના સમય દરમિયાન કરવી નહિ. લીંક રોડ, MDRના ડિપની ચેતવણી ગેજ વગેરે ધ્યાને લઇ સાવચેતી રાખવી તથા બિનજરૂરી અવર-જવરનો પ્રવાસ ન કરવો. આસ્કમિક સંજોગોમાં હેલ્પલાઇન નંબર ૦૨૭૧૧-૨૩૭૩૨૪ ઉપર સંપર્ક કરવા મામલતદારશ્રી, બરવાળા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

બોટાદ બ્યુરો :ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.