ખેડબ્રહ્મા પોલીસે છેલ્લા ત્રણ વર્ષથી પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો - At This Time

ખેડબ્રહ્મા પોલીસે છેલ્લા ત્રણ વર્ષથી પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો


ખેડબ્રહ્મા પોલીસે છેલ્લા 3 વર્ષથી પ્રોહીબિશન ના ગુન્હા માં નાસતા ફરતા આરોપીને પકડી પાડ્યો

નાયબ પોલીસ મહાન નિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ સાબરકાંઠા દ્વારા નાસતા ફરતા આરોપીને પકડી લેવા સૂચના આપેલ હોય જે સંદર્ભે શ્રી સ્મિત ગોહિલ સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ઇડર ના સીધા માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી આર પઢેરિયા અને પોલીસ સ્ટાફ ના માણસો તે દિશામાં સતત વોચ તપાસમાં રહી આવા ઈસમોને પકડી પાડવા માટે સૂચના આપેલ હતી

જે આધારે પોલીસ સ્ટાફના માણસો તે દિશામાં સતત તપાસમાં હતા તે દરમિયાન પો.કો. દિલીપભાઈ રણછોડભાઈ ને ખાનગી રાહે બાતમી હકીકત મળી કે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન પાર્ટ સી મુજબના ગુન્હા માં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી જીતેન્દ્રકુમાર ઉર્ફે જીતુ હીરાલાલ ચૌધરી રહે બલિચા તાલુકો. લસાડીયા જિલ્લો. સલુમ્બર રાજસ્થાન વાળો પકડવાનો હોય અને તે મામેર તરફથી ઈકો ગાડીમાં બેસી ખેડબ્રહ્મા તરફ આવનાર છે જેને શરીરે કાળા કલરની ટીશર્ટ તથા કાળા કલરની નાઇટી પહેરેલ છે જે બાતમી હકીકતના આધારે પોલીસ ટીમના માણસો સાથે ખેડબ્રહ્મા એસ ટી સ્ટેન્ડ બહાર રોડ ઉપર વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન ઉપરોક્ત વર્ણન વાળો ઈસમ ઇકો ગાડીમાંથી ઉતરી જતો જોવા મળતા તેને ઉભો રાખી તેની પૂછપરછ કરતા ગુન્હામાં સામેલ હોવાની કબુલાત કરતા તેને પોલીસ સ્ટેશનમાં લાવી ઉપરોક્ત ગુન્હાના કામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી

આમ છેલ્લા ત્રણ વર્ષથી પ્રોહીબિશનના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવામાં ખેડબ્રહ્મા પોલીસને સફળતા મળી

બ્યુરો રિપોર્ટ.. વિશાલ ચૌહાણ સાબરકાંઠા

મો ન 9998340891


9998340891
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image