વિસાવદર કોર્ટમાં છેલ્લા ૮ માસથી પી.પી.ની જગ્યાખાલી: બારની રજુઆત બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા વકીલોમાં ઉગ્રરોષ
વિસાવદર કોર્ટમાં છેલ્લા ૮ માસથી પી.પી.ની જગ્યાખાલી: બારની રજુઆત બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા વકીલોમાં ઉગ્રરોષ
વિસાવદરતા.વિસાવદર સિવિલ કોર્ટમાં ગુજરાત સરકાર દ્વારા કાયમી સરકારી વકીલ આસી. પબ્લિકપ્રોસિક્યુટરની નિમણૂક કરવામાં આવેલ છે પરંતુ છેલ્લા આઠેક માસથી વિસાવદર કોર્ટમાં કોઈને કોઈ કારણે સરકારી વકીલ આવતા ન હોય અને તેના કારણે સરકારી કર્મચારીઓને જુબાની આપવામાં તેમજ અન્ય કામોમાં ઘણી મોટી અગવડતાઓ ઉભી થાય છે અમુક કેસોમાં સરકારી વકીલ દ્વારા સાહેદો તથા ફરિયાદીને જુબાની તૈયાર કરાવવાની જરૂરિયાત હોય તેમજ સરકારી વકીલ હાજર ન હોવાના કારણે લોકોને અગવડતાઓ ઉભી થતી હોય આ બાબતે વિસાવદર વકીલ મંડળ દ્વારા સ્થાનિક પ્રિસાઈન્ડિંગ ઓફિસરને લેખિતમાં રજુઆત કરેલ તેમજ જિલ્લા ડિસ્ટ્રીકટ જજ સાહેબ સમક્ષ પણ રજુઆત કરેલ અને કલેક્ટરસાહેબ સમક્ષ પણ રજુઆત કરવામાં આવેલ એમ છતાં પણ કોઈ વ્યવહારુ ઉકેલ ન આવતા વિસાવદર વકીલમંડલમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે અને આ બાબતે ઉગ્ર લડતના મંડાણ શરૂ થનાર હોવાનું બાર એસોસિએશન માંથી જાણવા મળેલ છે
રિપોર્ટ હરેશમહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.