*************************** માંગરોળ તાલુકાના રહિજ ગામે નંદાણિયા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન
👁 ચક્ષુદાન-મહાદાન👁
માંગરોળ તાલુકાના રહિજ ગામમાં રહેતા સ્વ.જેઠીબેન લક્ષ્મણભાઈ નંદાણિયા ઉ.વર્ષ.95 કે જેઓ શ્રી ગોવિંદભાઈ લક્ષ્મણભાઈ નંદાણિયાના માતૃશ્રી થાય છે.જેમનું આજ રોજ તા.01.05.2023 ને સોમવાર,વૈશાખ સુદ એકાદશીના રોજ દુઃખદ અવસાન થયેલ છે.
આ દુઃખદ સમયે તેમના પરિવાર દ્વારા સદગતનું ચક્ષુદાન કરવાના સદવિચારને દેવસીભાઈ નંદાણિયા દ્વારા આરેણા સ્થિત શિવમ્ ચક્ષુદાન સલાહકેંદ્રના સંચાલક સામે મુકેલ.
આથી નેત્ર કલેક્શન માટે લોએજ ગામના વતની અને હાલ અધ્યારુ હોસ્પિટલમાં ફરજ બજાવતા રાજેશભાઈ સોલંકી તેમજ દિલીપભાઈ ચાંડેરા દ્વારા સવારે 8:20 ના સમયે સદગતના નેત્રનું કલેક્શન કરવામાં આવ્યું હતું.અને આજના ચક્ષુનો સ્વિકાર દિનેશભાઈ નંદાણિયા અને દેવસીભાઈ નંદાણિયા દ્વારા કરવામાં આવ્યો છે.આ સમયે ગામના આગેવાનો,કુટુંબીજનો અને સગા સ્નેહીજનો ઉપસ્થિત રહી સહકાર આપેલ.
અગાઉ રહિજ ગામમાં ચક્ષુદાન થયેલ જ છે પરંતુ ચક્ષુદાન પ્રત્યે લોકો જાગૃત થાય અને ચક્ષુદાનની પ્રવૃતિ વેગવંતી બને એ માટે રહિજ ગામના દિનેશભાઈ નંદાણિયા અને દેવસીભાઈ નંદાણિયા ખુબ જ પ્રયત્નશીલ છે.ચક્ષુદાનની આ પ્રવૃતિથી તેઓ બન્ને જાગૃત છે.
સ્વર્ગસ્થ જેઠીબેનના બંન્ને ચક્ષુ ડૉ.થાનકી સાહેબની મુનિ સંત બાલાજી આઈ બેંક અને હોસ્પિટલ વેરાવળ,જિ.ગીર સોમનાથને પહોંચાડવાની વ્યવસ્થા વિજયભાઈ વાસાભાઈ જોટવા દ્વારા કરી આપવામાં આવી છે.
નંદાણિયા પરિવારના ચક્ષુદાનના આ વિચારને શિવમ્ ચક્ષુદાન-આરેણા બિરદાવે છે અને સ્વ.જેઠીબેનને શ્રધ્ધાંજલી અર્પે છે.
આ પરિવાર દ્વારા થયેલ આ ચક્ષુદાને આપણા પૂરાણોમાં થયેલા દાન ધર્મના મહિમાને ખરા અર્થમાં સાર્થક કર્યો છે.
નંદાણિયા પરિવાર દ્વારા થયેલ આ મહાદાનને શિવમ્ ચક્ષુદાન ગૃપ-આરેણા,માંગરોળ જાયન્ટ્સ ગૃપ,વંદેમાતરમ્ ગૃપ-માંગરોળ,સ્વ.લક્ષમણભાઈ એ.નંદાણિયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ-માંગરોળ,સંજીવની નેચર ફાઉન્ડેશન-માંગરોળ,શ્રી ડુગરગુરુ સ્થાનક વાસી જૈન યુવક મંડળ જુનાગઢ,માંગરોળ તાલુકાના પત્રકારમિત્રો,ઈન્ડિયન વુમન રાઈટ્સ એસોસિયેશન-માંગરોળ દ્વારા બિરદાવવામાં આવે છે.અને આપના પરિવાર પર આવી પડેલ મુશ્કેલીને સહન કરવાની શક્તિ પ્રભુ આપને આપે તેવી પ્રાર્થના કરીએ છીએ. તેમજ સ્વર્ગસ્થ જેઠીબેનના આત્માને શ્રી કૃષ્ણના ચરણોમાં સ્થાન મળે તે પ્રાર્થના સહ શ્રધ્ધાંજલી....
સંકલન નાથાભાઇ નંદાણીયા
રિપોર્ટર સુદીપ ગઢિયા-9909622115
9909622115
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.