વડનગર કોલેજમાં દીક્ષાંત અને ભવ્ય રંગોત્સવ સમારંભ યોજાયો
વડનગર કોલેજમાં દીક્ષાંત અને ભવ્ય રંગોત્સવ સમારંભ યોજાયો
વડનગર એજ્યુકેશન સોસાયટી સંચાલિત વી.એન.એસ.બી. લી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં વાર્ષિકોત્સવ ઉજવાયો.
૬૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને અધ્યાપકગણે એક સુરે માતૃસંસ્થા પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવી હતી. આખા વર્ષ દરમ્યાનની વિવિધ પ્રવૃતિઓ યુવા મહોત્સવમાં સમુહનૃત્ય, હળવું કંઠ અને સમૂહગીત, ચિત્ર સ્પર્ધા, પોસ્ટર મેકિંગ, સ્પોર્ટ ફોટોગ્રાફી, વકતૃત્વ સ્પર્ધા, NCC કેડેટ્સ, NSS સ્વયં સેવકો, સપ્ત્ધારા અંતર્ગત કલા કૌશલ્ય ધારા તથાસર્જનામક અભિવ્યક્તિ ધારા, સ્પોટ્સમાં (ક્રોસ કન્ટ્રી, કબડ્ડી (બહેનો-ભાઈઓ) ખો-ખો(બહેનો) વોલીઓલ(ભાઈઓ-બહેનો), રેસલિંગ, એથલેટીક્સ અને ભારત વિકાસ પરિસદ “ભારત કો જાનો” પરીક્ષામાં ઉત્તમપ્રદર્શન કરનાર ૫૦થી વધુ વિજેતાઓને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા હતા. પ્રમુખશ્રી હેમેન્દ્રમણીયાર, આચાર્યશ્રી ડૉ. ડી. યુ. પટેલ અને પ્રો. આઈ. કે. પરમારના વરદ હસ્તે દર્શીલ અમીનનોકાવ્યસંગહ ‘Naked in the Moonshine’ વિમોચન કરવામાં આવ્યો હતો. આ સાથેજ વિનયન અને વાણીજ્યશાખાના સ્નાતક સેમ-૬ અને અનુસ્નાતક સેમ-૪ના વિદ્યાર્થીઓના વિદાય આપવામાં આવી અને રંગોત્સવ સમાંરભમાં ૧૦થીવધુ પરફોર્મન્સ રજુ કરવામાં આવ્યા હતા. જેમાં લોક જાગૃતિ નાટક–“સ્વચ્છતા અભિયાન” અને તલવારબાજીઆકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વિદ્યાર્થીઓને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખશ્રી હેમેન્દ્ર મણીયાર, ટ્રસ્ટીશ્રી નરોત્તમદાસ પટેલ, આચાર્યશ્રી ડૉ.દિલખુશ પટેલ, અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. પ્રકાશભાઈ પટેલએ વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યાહતા. વિદાય લઇ રહેલા વિદ્યાર્થીઓ મોનિકા, કૌશિક, જૈમીની અને સમીરએ મનોભાવ રજુ કરી કોલજેનોઅભાર પ્રગટ કર્યો હતો. કૃપલ, સાક્ષી અને સપના સ્ટેજકાર્યમાં મદદરૂપ થયા હતા. ડૉ. ડી. એન. પટેલઅને પ્રો. સુજીત પટેલએ ટેકનિકલ સપોર્ટ પૂરો પડ્યો હતો. આ કાર્યક્રમનું સંચાલાન ડૉ. પ્રિયંકા સોનીઅને ડૉ. રાજેશ પરમારએ કર્યું હતું. અભારવિધિ ડૉ. એચ. જી. નાંદોલિયા અને પ્રો. કે. બી. બારોટએ કરીહતી. કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર કોલજે પરિવાર અને કલા કૌશ્લ્ય ધારાના કન્વીનર ડૉ. ધરતીજૈન, પ્રો. વિનીતા નાયક અને ડૉ. કિરીટ ઠાકોરએ જહેમત ઉઠાવી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.