સિહોરમાં ગંદકીનો વધી રહેલું સામ્રાજ્ય પવિત્ર નગરી છોટે કાશીના નામનું બિરુદ્ પ્રાપ્ત કરનાર નવનાથની પાવનભૂમિ સિહોર ને લાગ્યું છે ગંદકીનું ગ્રહણ
સિહોર માં છેલ્લા ઘણા સમયથી ઠેરઠેર ઉકરડા,કચરા ના ઢગ જોવા મળી રહ્યા છે નવનાથ ના બેસણાં હોય ત્યારે નવનાથ જવાના રસ્તાઓ પર ગંદકી ના થર થઈ ગયા છે લોકો કચરાપેટી તેમજ કચરાગાડી ની યોગ્ય વ્યવસ્થા ના અભાવે હાલ સિહોર માં કચરાના ઢગ જોવા મળી રહ્યા છે ત્યારે સિહોર નગરપાલિકા દ્વારા વહેલીતકે આ કચરાઓ દૂર કરી સ્વચ્છ સિહોર બનાવે તેવી માંગણી છે.
સિહોર શહેરમાં કોઈ મોટા રાજકીય આગેવાનો,મંત્રીઓ કે પછી કોઈ અન્ય ઉચ્ચ અધિકારીઓ નીકળવાના હોય ત્યારે રાજકોટ ભાવનગર હાઇવે પર સફાઈનું ડીંડક કરવામાં આવે છે પરંતુ સિહોર ને સ્વચ્છ રાખવાની જવાબદારી નગરજનો ની છે તેમ નગરપાલિકા ની પણ છે
આ અંગે સિહોર નગરપાલિકા ના સેનિટેશન વિભાગના સુપરવાઈઝર આનંદભાઈ રાણા નો ટેલિફોનિક સંપર્ક કરતા તેમનો મોબાઈલ સ્વિચ ઓફ આવતો હોય ત્યારે નગરજનોમાં માં પણ સફાઈ બાબતે કચવાટ ઉભો થયો છે મુખ્ય બજારોમાં,લીલાપીર નાઢાળ, સુરકા દરવાજા,વડલાચોક વગેરે મોટાભાગના વિસ્તારોમાં ગટરના પાણી વહેતા હોય છે,સુખનાથ બગીચા પાસે, સુખનાથ મહાદેવ જવાના રસ્તે,ત્રિકોણબાગ,સહિત મોટાભાગની સોસાયટીઓમાં કચરા ના મોટા મોટા ઉકરડા હોવા છતાં તંત્ર બેધ્યાન છે સ્ટેશનરોડ કે જ્યાં દવાખાનાઓ આવેલા છે જ્યાં દર્દી નારાયણ સ્વસ્થ થવા આવે છે બાજુમાં જ નગરપાલિકા કોમ્પલેક્ષ આવેલ હોય ત્યાં રીતસર રોડ પર જ ઉકરડો બનાવવામાં આવી ગયો છે ગૌમાત એંઠવાડ આરોગી રહ્યા છે ત્યારે તંત્ર ની સાથે નગરજનો પણ જોઈ રહ્યા છે નગરજનો નિયમિત ટેક્સ ભરેછે છતાં ઓરમાયું વર્તન શા માટે લોકો માં આક્રોશ જોવા મળી રહ્યો છે. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.