જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા પ્રજાસત્તાક દિવસ પર્વ નિમિત્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો
(અજય ચૌહાણ)
આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન સંલગ્ન સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા રાષ્ટ્રીય પર્વ ૭૬ માં ગણતંત્ર દિવસ ૨૬ મી જાન્યુઆરી ની ઉજવણી દીનદયાળ ચોક ,બોટાદ ખાતે ધ્વજવંદન કરી કરવામાં આવેલ.
કાર્યક્રમનો શુભારંભ જાયન્ટસ પ્રાર્થના બાદ સંસ્થા ના સ્થાપક પ્રમુખ ડો.લલિત બદ્રકિયા ના વરદ હસ્તે ધ્વજ ફરકાવી રાષ્ટ્ર ધ્વજને સલામી આપી રાષ્ટ્રગીત નું ગાન કરવામાં આવેલ. આ પ્રસંગે યુનિટ ડિરેક્ટર સી.એલ.ભીકડીયા , પ્રમુખ ચંદુભાઈ સાવલિયા , સાહેલી પ્રમુખ હેમલતા દેસાઈ , પૂર્વ પ્રમુખ લાલજીભાઇ કળથીયા , નિલેશભાઈ કોઠારી , કાનજી ભાઈ કળથીયા , ઉપ પ્રમુખ ડો.પ્રશાંત કળથીયા , પરેશ ભાઈ દરજી જાયન્ટ્સ અને સાહેલી જાયન્ટસ ના હોદેદારો /સભ્યો મોટી સંખ્યામાં સફેદ વસ્ત્ર પરિધાન માં ઉપસ્થિત રહી રાષ્ટ્ ધ્વજ ત્રિરંગા ને સલામી આપવામાં આવેલ. કાર્યકમનું સંચાલન અને આભારવિધિ મુકેશભાઈ જોટાણીયા એ કરેલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
