બાલાસિનોર પાટડિયા ગામે એક ઈસમ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોધાયો.
બાલાસિનોર પોલીસ સ્ટેશના પોલીસ કમૅચારીઓ જયારે પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે પાટડીયા ગામે એક ઈસમ પોતાના ઘેર દેશી દારૂ ગાળી અને વેચાણ કરે છે. જેથી બાતમીના આધારે નજીકના બે રાહદારી પંચોના માણસોને બોલાવી બાતમી વાળી જગ્યાએ રેડ કરતા રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો હતો. આમ ઈસમના ઘરમાંથી દેશી દારૂ પકડીને તેના વિરુદ્ધ પ્રોહી એક્ટ કલમ એ મુજબ કાયદેસરની ફરિયાદ નોધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.