મુળી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અધિકારીઓ ની મનમાની અરજદારની જાણ બહાર જવાબો રજુ કરી અરજી નિકાલ નો ખેલ
છેલ્લા સાત માસથી રજુઆત કર્તા સરલાના અરજદારનો મનઘડત જવાબ રજુ કરવામાં આવેલ નો ખુલાસો
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકા સ્વાગત કાર્યક્રમ ગત ૨૪-૭-૨૪ ના યોજાયો હતો જેમાં સરલા મુળીના અરજદાર ગોરધનભાઈ પ્રજાપતિનો પાઈપ લાઈન લીકેજના કારણે મકાન નુકસાન બાબતે રજુઆત કરી હતી તેઓને રૂબરૂ મુળી ખાતે હાજર રહેવા નોટીસ આપવામાં આવેલ હોય અમો હાજર પણ રહેલા તેમા સક્ષમ અધિકારી દ્વારા જણાવ્યું હતું કે આપના પ્રશ્ને મુળી સર્કલ ઓફિસર સ્થળ તપાસ માટે કાલે સરલા મુકામે આવશે પરંતુ કોઈ અધિકારી સ્થળ તપાસ માટે ન આવતા અમોએ ઓનલાઇન વિગતો જોતા જાણવા મળેલ કે આ પ્રશ્ને જવાબ ૨૪-૭-૨૪ ના દિવસના જ અધિકારીઓ દ્વારા મનઘડત જવાબ ફાઈલ કરી આ નુકસાન પાઈપ લાઈન થકી નહીં પરંતુ શોષકુવા થકી થયેલનો જવાબ રજુ અમારી જાણ બહાર ફાઈલ કરવામાં આવેલ અને અરજીનો નિકાલ કરવામાં આવેલ છે તે ઓનલાઇન તપાસ કરતા અમોને જાણવા મળેલ છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે તાલુકા સ્વાગત કાર્યક્રમ માં ફકત ને ફકત અરજી નિકાલ માટે અધિકારી ઓ મનઘડત જવાબ રજુ કરવામાં આવે છે અને આ એક સુવ્યવસ્થિત રીતે આયોજન પુર્વક કામગીરી કરી રહ્યા છે તે ઓનલાઇન જવાબ જોતા સ્પષ્ટ જોવા મળે છે ગોરધનભાઈ પ્રજાપતિએ જણવેલ કે આ છેલ્લા સાત મહિના થી આ બાબતે રજુઆત કરું છું પરંતુ કોઈ અધિકારી સ્થળ તપાસ કર્યા વગર જ જવાબો રજુ કરી આપે છે આ બાબતે અમો ફરી રજુઆત કરનાર છીએ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.