મારૂ ગામ સુરક્ષિત ગામ જુંબેશ હેઠળ ભાંખરવડ ગામ સીસી ટીવી કેમેરા લગાવ્યા
જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાંજડીયા સાહેબ તેમજ પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબનાઓ તરફથી ક્રમાંક સુરક્ષા / સાવધાન જૂનાગઢ /૩૧૯/૨૩ તા.૧૭/૦૮/૨૦૨૩ ના નીમ પત્ર આધારે પોલીસ સ્ટેશન હેઠળ આવતા ગામોમા હાલના આધુનીક સમયમાં સલામતીની દ્રષ્ટીએ સી.સી.ટી.વી. કેમેરા દ્વારા ગુનાઓ બનાતા અટકાવવા તથા બનેલ ગુનાઓ શોધવા માટે સી.સી.ટી.વી. કેમેરા એક મહત્વનુ ઉપકરણ છે અને ગામમાં કે તેની આસપાસ કોઇપણ અસામાજીક પ્રવૃતીઓ કે, નાના મોટા બનાવ વખતે નીર્દોષ લોકો આવા બનાવોમાં ભોગ ન બને, ઘટનાનુ સત્ય બહાર આવે તેમજ ’’ દૂધ નુ દૂધ અને પાણીનુ પાણી ’’ કરી કાયદેસરની કાર્યવાહી કરી શકાય તે માટે સીસી. ટી.વી. કેમેરા ખૂબ જ ઉપયોગી સાબીત થાય છે..
ઉપરોકત પરિપત્ર આધારે પોલીસ સબ ઇન્સ. પી.કે.ગઢવી માળીયા હાટીના તાલુકાના ગામોના સરપંચોને મળી ગામે-ગામ સી.સી. ટી.વી. કેમેરા લગાવવા અંગે ચર્ચા/રજુઆત કરેલ જે અનુસંધાને ભાંખરવડ ગામના સરપંચશ્રી ભુપતભાઇ રવૈયા તથા ઉપસરપંચ ભીખુભાઇ રવૈયા નાઓએ જીલ્લા પંચાયત જુનાગઢના તત્કાલીન કારોબારી ચેરમેનશ્રી કંચનબેન ડઢાણીયાની ગ્રાન્ટમાંથી સી.સી. ટી.વી. કેમેરાની ગ્રાન્ટ મંજુર કરાવવા અગાઉ દરખાસ્ત કરેલ જે દરખાસ્તને આગળ ધપાવી તાત્કાલીક ગામે સી.સી. ટી.વી. કેમેરા લગાવવા અંગે કરેલ રજુઆત આધારે મુખ્ય દ્રારથી પ્રવેશ નિકાસ દ્રાર, અંદર બહારના માર્ગો,મુખ્ય રોડ, ચોક, ગામની દરેક ગલી ખાંચાનો સમાવેશ કરી આવતા જતા માર્ગમાં સહેલાયથી જોઇ/ ઓળખી શકાય તે રીતે કૂલ ૧૮ નાઇટ વિઝન સી.સી.ટી.વી. કેમેરા મુકી ગામને સી.સી. ટી.વી. કેમેરાથી સજજ કરેલ છે.જે તમામ કેમેરાનુ મોનિટરીંગ ગ્રામ પંચાયત કચેરી ભાંખરવડ ખાતે કરવામાં આવે છે.
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.