નેત્રંગ ખાતે સેવાભાવિ બહેનોએ મકરસંક્રાંતિના પર્વની અનોખી રીતે કરી ઉજવણી કરી.
*મૌઝા ,ગુદિયા,ચિકલોટાની શેરડી કાપતી ટૂકડીઓ ને લાડુ, પતંગ,ફિરકી વિતરણ કરવામાં આવી.*
બ્રિજેશકુમાર પટેલ - ભરૂચ જિલ્લા,
બ્યુરો ચીફ, એટ ધીસ ટાઇમ
ઉતરાયણ પર્વમાં દાનનું અનેરૂં મહત્વ છે. દર વર્ષે નેત્રંગ નજીકના ગામડાંઓમાં શેરડી કાપનાર ટૂકડીઓ આવતી હોય છે અને ગામની બહાર જ પડાવ નાખીને રહેતી હોય છે. યુવાન સ્ત્રી પુરુષો તહેવારના દિવસે પણ શેરડી કાપવા જતાં હોય છે. પણ ઘરે એકલા રહેતા બાળકો ઉતરાયણનો તહેવાર ઉજવવા માટે આખો દિવસ પતંગ લુંટવા દોડાદોડી કરતા રહે છે. તેઓ ઉતરાયણનો તહેવાર ઉજવી શકે એવું કંઈક કરવું એવો વિચાર આવતાં જ પ્રાથમિક શાળા કંબોડિયાના શિક્ષકા ચૌધરી હેતલબેન તેમના મિત્ર વર્તુળમાં વાત કરી હતી અને અનિતાબેન(પ્રા.કુમારશાળા.નેત્રંગ),આરતી બેન(નેત્રંગ),અંકિતભાઈ (થવા) એ વાતને તરત વધાવી લેતાં સહકાર આપ્યો હતો. રંજનબેન મિસ્ત્રી અને હંસાબેનરાવળની ટીમ તથા લોકભાગીદારીથી તલ અને મમરાના લાડુ તૈયાર કર્યા હતાં અને શેરડી કાપનાર ટૂકડીઓમા ફરી ફરીને બાળકોને તલ અને મમરાના લાડુ, પંતગ અને ફિરકીનું વિતરણ કર્યું હતું અને બાળકોનાં ચહેરા પર સ્મિત લહેરાવવાનો એક નાનકડો પ્રયાસ હાથ ધર્યો હતો.
ઉતરાયણ ના રોજ દોરીમાં ફસાવાને કારણે ઘણાં પક્ષીઓ ઈજાગ્રસ્ત થતાં હોય છે. તેથી ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર મળી રહે તે હેતુથી એક ટીમ તૈયાર કરવામાં આવી છે. ઉતરાયણના બીજા દિવસે ઠેરઠેર દોરીના ગૂંચળા લટકી રહેલા જોવા મળે છે.પક્ષીઓ એમાં ભેરવાઈને જીવ ગુમાવે છે. આથી બીજા દિવસે જ્યાં ત્યાં લટકી રહેલા એવા દોરા અને ફાટેલી પતંગો ભેગી કરી નિકાલ કરવાનું આયોજન છે.જેમાં યુવાનોને સ્વયં સેવક તરીકે જોડાવા માટે ટહેલ નાંખી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.