ભાવનગર રેલ્વે મંડળ થઇને દોડતી 5 જોડી વિશેષ ટ્રેનોની ફ્રિક્વન્સી લંબાવાઈ - At This Time

ભાવનગર રેલ્વે મંડળ થઇને દોડતી 5 જોડી વિશેષ ટ્રેનોની ફ્રિક્વન્સી લંબાવાઈ


મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ ભાવનગર ડિવિઝન થઇને દોડતી 5 જોડી વિશેષ ટ્રેનોની ફ્રિકવન્સી લંબાવવાનો નિર્ણય કર્યો છે., જે ટ્રેનોની ફ્રિકવન્સી લંબાવવામાં આવી છે તેની વિગતવાર વિગતો નીચે મુજબ છે:-ટ્રેન નંબર 09208 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સાપ્તાહિક વિશેષ ટ્રેન જે ભાવનગર ટર્મિનસથી દર ગુરુવારે ચાલે છે, તેનો સમયગાળો 27.06.2024નો હતો જે વધારીને 25.07.2024 કરાયો છે. ટ્રેન નંબર 09207 બાંદ્રા ટર્મિનસ-ભાવનગર સુપરફાસ્ટ વીકલી સ્પેશિયલ કે જે દર શુક્રવારે બાંદ્રા ટર્મિનસથી ચાલે છે તેની અવધિ 28.06.2024 નક્કી કરવામાં આવી હતી, જે વધારીને 26.07. કરવામાં આવી છે. હવે આ ટ્રેન 26 જુલાઈ 2024 સુધી ચાલશે.

2.ટ્રેનનંબર09557ભાવનગર-દિલ્હી કેન્ટ વીકલી સ્પેશિયલ ટ્રેન જે દર શુક્રવારે ભાવનગર ટર્મિનસથી ચાલે છે, જેનો સમયગાળો 28.06.2024નો હતો, તેને વધારીને 27.09.2024 કરવામાં આવ્યો છે. હવે આ ટ્રેન 27 સપ્ટેમ્બર 2024 સુધી ચાલશે.
એ જ રીતે ટ્રેન નંબર 09558 દિલ્હી કેન્ટ-ભાવનગર સાપ્તાહિક વિશેષ, જે દિલ્હી કેન્ટથી દર શનિવારે ચાલે છે, જેનો સમયગાળો 29.06.2024નો હતો, તેને વધારીને 28.09.2024 કરવામાં આવ્યો છે. હવે આ ટ્રેન 28 સપ્ટેમ્બર 2024 સુધી ચાલશે.
3. ટ્રેન નંબર 09211ગાંધીગ્રામ-બોટાદ દૈનિક સ્પેશિયલ ટ્રેન જેનો સમયગાળો 29.06.2024નો હતો તેને વધારીને 30.09.2024 કરવામાં આવ્યો છે. એ જ રીતે ટ્રેન નંબર 09212 બોટાદ-ગાંધીગ્રામ ડેઈલી સ્પેશિયલ જેનો સમયગાળો 29.06.2024નો હતો તે વધારીને 30.09.2024 કરવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.