પાળીયાદ વિસામણ બાપુ ની જગ્યા માં રામનવમી ની ભવ્ય ઉજવણી
પાળીયાદ વિસામણ બાપુ ની જગ્યા માં રામનવમી ની ભવ્ય ઉજવણી
સૌરાષ્ટ્ર ની જગ વિખ્યાત દેહાણ પરંપરા ની જગ્યા તેમજ પાંચાળ પ્રદેશ નું પ્રગટ પીરાણું અને લાખો લોકોની શ્રધ્ધા નું કેન્દ્ર એવી પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે આજ રોજ હિન્દૂ સંસ્કૃતિ અને હિન્દૂ સમાજ ના આરાધ્યા દેવ પ્રભુ શ્રી રામચંદ્રજી ના પ્રાગટ્ય દિવસ *રામ નવમી* નિમિતે ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર નો ભવ્ય દિવ્ય શણગાર કરી બપોરે ૧૨:૦૦ કલાકે મહા આરતી કરવામાં આવેલ...
આ મહાઆરતી નો લાભ તેમજ પ્રભુ શ્રી રામ ના આશીર્વાદ જગ્યા ના મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ તેમજ જગ્યા ના સંચાલક પૂજ્ય શ્રી ભયલુબાપુ તેમજ પૂજ્ય શ્રી ગાયત્રીબા તેમજ પૂજ્ય શ્રી દિયાબા તેમજ પૂજ્ય શ્રી બાળઠાકર પૃથ્વીરાજબાપુ સહિત સમગ્ર ઠાકર પરીવાર અને પાળીયાદ ના ઠાકર ના હજારો સેવક સમુદાય ના લોકો તેમજ વિહળ પરીવારે લીધો હતો...
ત્યારબાદ ભગવાન શ્રી રામલ્લા જન્મોત્સવ આનંદ ભેર હજારો ધર્મપ્રેમી જનતા અને સેવક સમુદાય દ્વારા ઉજવેલ અને ત્યારબાદ ભોજન પ્રસાદ લેવામા આવેલ હતો...
ઉપરાંત જીવ માત્ર ને આવકાર આપતી પાળીયાદ ની જગ્યા ના મહંત પુ.બા શ્રી ઠાકર ઠેકાણે થી *સહુ જન નું , સહુ જીવ નું મંગલ અને કલ્યાણ* ની પ્રાર્થના પુ. બા શ્રી ઠાકર ઠેકાણે થી પાળીયાદ ના પીર ને કરેલ હતી.
રિપોર્ટર :- ચેતન ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.