રાધાસ્વામી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ લુણાવાડા અને 108 ઇમરજન્સી સેવાઓ વિશે માર્ગદર્શન - At This Time

રાધાસ્વામી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ લુણાવાડા અને 108 ઇમરજન્સી સેવાઓ વિશે માર્ગદર્શન


આજરોજ રાધાસ્વામી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સંસ્થા રાધાસ્વામી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ લુણાવાડા અને 108 ઇમરજન્સી સેવા તથા મહિસાગર જિલ્લા રોજગાર કચેરી ના સહયોગથી વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.જેમાં ઇમરજ્સી સેવા 108 ના અધિકારીઓ જીલ્લા પ્રોજેક્ટ મેનેજર શ્રી બદવેભાઈ રબારી જીલ્લા એક્ઝિક્યુટિવ શ્રી દુષ્યંતભાઈ પંડ્યા તથા ઇમરજન્સી મેડિકલ ટેક્નીશ્યન અનિલભાઈ સોલંકી દ્વારા 108 ની કાર્ય પદ્ધતિ અને તેની ઉપયોગીતા વિશે તેમજ હાર્ટ એટેક ના કેસમાં ઇમરજન્સી શું સારવાર આપી શકાય અને CPR કઈ રીતે આપવું તે સંપૂર્ણ માહિતી આપવામાં આવી સાથે 108 એમ્બ્યુલન્સ ના પાયલોટ એન્ડ ટેકનિશિયન દ્વારા એમ્બ્યુલન્સ ની વિગત વાર ઇક્વિપમેન્ટ તેમજ દર્દી ને જે પ્રાથમિક મહતિ મળે તેની સંપુર્ણ વિગત આપવામાં આવી હતી તેમજ જિલ્લા રોજગાર કચેરીના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને નોકરી અને કારકર્દી વિશે ખુબ સરસ માહિતી આપવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. સંસ્થા ના ટ્રસ્ટી પ્રહલાદ સિંહ ગોહિલ દ્વારા આવેલ મહેમાનો તેમજ વિદ્યાર્થીઓ ને સાથે ઓછા સમય માં કાર્યકર ને સફળ બનવા માટે સ્ટાફ મિત્રો ને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.