મોરબી: ૩૧ ડિસેમ્બરની ઉજવણી માટે ટેન્કરની આડમાં મંગાવેલ વિદેશી દારૂના મસમોટા જથ્થા સાથે ટેન્કર-ચાલકની ધરપકડ
પોલીસે કુલ ૯.૮૬ લાખનો વિદેશી દારૂ સહીત ૧૯.૯૫નો મુદામાલ કબ્જે કર્યો
મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે ૩૧ ડિસેમ્બરની ઉજવણી અર્થે મોરબીમાં ટેન્કરની આડમાં મંગાવેલ વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાંચ પોલીસે માળીયા ફાટક ઓવરબ્રિજ નજીકથી આ દારૂ ભરેલ ટેન્કર ઝડપી લઇ આ સાથે રાજસ્થાની ટેન્કર ચાલકની અટક કરવામાં આવી છે. ટેન્કર ચાલકની પ્રાથમિક પૂછપરછમાં વિદેશી દારૂનો આ જથ્થો રાજસ્થાનથી ભરી આપનાર અને ટેન્કરનો માલિક એટકે કે માલ મોકલનાર શખ્સનું નામ ખુલવા પામ્યું છે. હાલ પોલીસે દારૂનો જથ્થો, ટેન્કર સહિતનો મુદામાલ કબ્જે લઇ ટેન્કર ચાલક અને માલ મોકલનાર તથા તપાસમાં ખુલ્લે તે માલ મંગાવનાર વિરુદ્ધ ગુન્હો દાખલ કરી આગળની તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
મોરબી એલસીબી પોલીસ ટીમે મળેલ બાતમીને આધારે મોરબીના માળીયા ફાટક ઓવરબ્રિજ પાસેથી ટેન્કર રજી. નં.જીજે-૧૨-બીવી-૧૦૭૮ માંથી વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ ૫,૯૬૪ સાથે રાજસ્થાની ટેન્કર ચાલક લક્ષ્મણરામ જુંજારામ જાટ ઉવ.૨૮ રહે.સરણુ, ફોગીયાસરા મુંઢણો કી. ઢાણી, થાણુ બાડમેર સદર બાડમેર રાજસ્થાનને ઝડપી લેવામાં આવ્યો હતો. જયારે ટેન્કર ચાલકની સઘન પૂછપરછમાં આ દારૂનો જથ્થો મોકલનાર તથા ટેન્કરનો માલીક જયદિપ જાટ રહે. ચવા તા.જી. બાડમેર(રાજસ્થાન) નું નામ જણાવતા હાલ પોલીસે વિદેશી દારૂ કિ. ૯,૮૬,૪૦૦/-, ટેન્કર કિ. ૧૦,૦૦,૦૦૦/-મોબાઇલ નંગ ૨ તથા રોકડા રૂ.૫,૫૦૦/- સહીત રૂ.૧૯,૯૫,૫૬૦/- નો મુદામાલ કબ્જે કરી આરોપી ટેન્કર ચાલક તથા માલ મોકલનાર તેમજ તપાસમાં ખુલ્લે તે આરોપીઓ વિરુદ્ધ પ્રોહી. એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ ચલાવી છે.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.