બહુમાળી ચોકથી રાષ્ટ્રીય શાળાના બે કિ.મી.ના રૂટ પર આજે અઢી કલાક માટે વાહનોને નો એન્ટ્રી - At This Time

બહુમાળી ચોકથી રાષ્ટ્રીય શાળાના બે કિ.મી.ના રૂટ પર આજે અઢી કલાક માટે વાહનોને નો એન્ટ્રી


રાજકોટમાં આજે સવારે 8 વાગ્યે નીકળશે તિરંગા યાત્રા, સીએમ અને ગૃહમંત્રી રહેશે ઉપસ્થિત

વાહનચાલકોને મુશ્કેલી ન પડે તે માટે અનેક રસ્તા ડાઈવર્ટ કરવામાં આવ્યા

આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા દેશભરમાં તિરંગા યાત્રાના આયોજન થઇ રહ્યા છે. ત્યારે રાજકોટમાં આજે શુક્રવારે રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિતના મંત્રીઓ તેમજ સરકારી ઉચ્ચ અધિકારીઓ અને શહેરીજનો મળી એક લાખથી વધુ લોકો તિરંગા યાત્રામાં જોડાવાના છે. બહુમાળી ભવન ચોકથી શરૂ થનારી તિરંગા યાત્રા બે કિલોમીટરનું અંતર કાપીને રાષ્ટ્રીય શાળા પૂરી થશે.

તિરંગા યાત્રા દરમિયાન ટ્રાફિક સમસ્યા ન સર્જાય તેમજ શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે શહેર પોલીસની ટ્રાફિક શાખા દ્વારા શુક્રવારે સવારે આઠ વાગ્યાથી સાડા દસ વાગ્યા સુધી તિરંગા યાત્રાના રૂટ પર વાહનો માટે પ્રવેશબંધી કરવામાં આવી છે. યાત્રા દરમિયાન 1 ડીસીપી, 8 એસીપી, 22 પીઆઈ સહિતના 1626 જવાનનો બંદોબસ્ત રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.