રાજકોટમાં NSUIના કાર્યકરો રસ્તા પર બેસી ગયા, ગૃહમંત્રીના રાજીનામાની માગ, પોલીસે ટીંગાટોળી સાથે અટકાયત કરી
બોટાદનાં રાજિદ ગામે થયેલ કથિત લઠ્ઠાકાંડ મામલે NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા રાજકોટના કોટેચા ચોક ખાતે રસ્તા પર બેસી ઉગ્ર સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સાથે ગૃહમંત્રીનાં રાજીનામાં અને ભોગ બનનારનાં પરિવારને આર્થિક સહાય આપવા સહિતની વિવિધ માગો કરવામાં આવી હતી. જોકે આ અંગેની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી. અને દેખાવો કરતા NSUIના આગેવાનો તેમજ કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.