ગુજરાત પોલીસ અધિકારીઓ ને ભારત સરકાર દ્વારા નવા કાયદાઓનું જુલાઈ માસથી અમલી કરણ કરવા માટે સૂચનાઓ સાથે તાલીમ શરૂ કરવામાં આવી. - At This Time

ગુજરાત પોલીસ અધિકારીઓ ને ભારત સરકાર દ્વારા નવા કાયદાઓનું જુલાઈ માસથી અમલી કરણ કરવા માટે સૂચનાઓ સાથે તાલીમ શરૂ કરવામાં આવી.


ભારત સરકાર દ્વારા નવા કાયદાઓ અમલમાં લાવી, જુલાઈ મહિનાથી તેનો અમલ કરવાનું ચાલુ કરવા માટે સૂચનાઓ થઈ આવેલ હોઈ, આ બાબતે કરાઈ પોલીસ તાલીમ એકેડમી ખાતે પોલીસ અધિકારીઓની તાલીમ શરૂ કરવામાં આવેલ છે, અમદાવાદ શહેરના મા.પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા કરાઈ પોલીસ તાલીમ અકાદમી ખાતે તાલીમ લીધેલ પોલીસ અધિકારીઓ માસ્ટર ટ્રેઈનર દ્વારા અમદાવાદ શહેરના જુદા જુદા ઝોન માં આવેલ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી ઓ તથા પોલીસ સ્ટાફને તાલીમ આપવા તમામ ઝોન ના ડી.સી.પી કક્ષાના પોલીસ અધિકારીઓને સૂચના કરવામાં આવેલ છે,

અમદાવાદ શહેર ઇન્ચાર્જ મા.અધિક પોલીસ કમિશ્નર શ્રી નીરજ બડગુજર તથા મા.નાયબ પોલીસ કમિશ્નર ઝોન ( ૬ ) રવિ મોહન સૈની ના માર્ગદર્શન હેઠળ એ.સી.પી "જે " ડિવિઝન પ્રદીપસિંહ જાડેજા તથા એ.સી.પી " કે " ડિવિઝન યુવરાજસિંહ ગોહિલની આગેવાનીમાં જી.આઈ.ડી.સી વટવા ખાતે આવેલ વી.આઇ.એ હોલ ખાતે ઝોન ( ૬ ) વિસ્તારના વટવા, જી.આઈ.ડી.સી, ઈસનપુર, મણિનગર, નારોલ, કાગડાપીઠ અને દાણીલીમડા એમ કુલ ૭ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફની નવા કાયદાના અમલ માટે ત્રણ દિવસ તા. ૭ થી ૯ જૂન ૨૦૨૪ સુંધી આ તાલીમનું આયોજન કરવામાં આવેલ છે,

આ તાલીમ કરાઈ પોલીસ તાલીમ અકાદમી ખાતે તાલીમ પામેલ માસ્ટર ટ્રેઈનર એવા વટવા પોલીસ સ્ટેશનના પી.આઈ એમ.એસ.ત્રિવેદી, કાગડાપીઠ પી.આઈ એસ.એ.પટેલ સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવશે, કુલ ત્રણ દિવસ દરમિયાન આ ૭ પોલીસ સ્ટેશનના આશરે ૧૧૦૦ જેટલા પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓ ને નવા કાયદાની તાલીમ આપવામાં આવશે.

Report by :- Keyur Thakkar Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.