નેત્રંગ : બી.આર.સી કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન-૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યું. - At This Time

નેત્રંગ : બી.આર.સી કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન-૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યું.


નેત્રંગ : બી.આર.સી કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન-૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યું.

જી.સી.ઇ.આર.ટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભરૂચ આયોજીત બી.આર.સી કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન-૨૦૨૨નું આયોજન ગાંધીબજાર ખાતે આવેલ કુમાર-કન્યા શાળા નેત્રંગ ખાતે કરાયું. જેમાં વિજ્ઞાન ગણિત-પ્રદર્શનમાં તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકો ગણિત અને વિજ્ઞાન વિષયને લગતી કૃતિ/મોડેલ રજૂ કરી ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ બાળ વૈજ્ઞાનિકોમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કેળવાય અને ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયોને કૃતિ/મોડેલના માધ્યમથી સમજે તે આ વિજ્ઞાન ગણિત-પ્રદર્શનનો મુખ્ય હેતુ છે.

જે પ્રશંગે જિલ્લા શિક્ષણ સમિતિનાં ચેરમેન અલ્પેશભાઈ વસાવા, નેત્રંગ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શક્તિસિંહ ચુડાસમા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર સરફરાઝભાઈ, નરેન્દ્ર મોદી વિચાર મંચ ભરૂચ જિલ્લા પ્રમુખ બ્રિજેશકુમાર પટેલ, બી.આર.સી.કો. હિરેનભાઈ પટેલ,નિલેશભાઈ વસાવા - ટી.પી.ઇ.ઓ, ચંદ્રકાંતભાઈ વસાવા લાયઝન અધિકારી, નિરીક્ષકો, તેમજ અન્ય મેહમાનો, દાતાઓ અને પ્રાથમિક કુમાર કન્યા શાળા પરિવાર તેમજ વિદ્યાર્થીમિત્રો ઉપસ્થિતિ રહ્યા.

ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ
બ્રિજેશકુમાર પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.