સમાધાન માટે ભેગા થયેલા બે પરિવાર બાખડયા: બનેવી પર સાળાનો હુમલો - At This Time

સમાધાન માટે ભેગા થયેલા બે પરિવાર બાખડયા: બનેવી પર સાળાનો હુમલો


કુટુંબ સલાહ કેન્દ્ર પાસે પતિ પત્નીના સમાધાન માટે મળેલા બે પરિવાર વચ્ચે ઝઘડો થતાં સાળાએ બનેવીને મારમારતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગેની વિગત અનુસાર ગાંધીગ્રામમાં આવેલ ગોવિંદનગરમાં રહેતાં દિલીપભાઈ અરજણભાઈ જેઠવા(ઉ.વ.32)ને પત્ની સાથે મનમેળ ન થતાં રિસામણે ચાલી ગઈ હતી. જે મામલે તેને મહિલા પોલીસ મથકે છૂટાછેડા માટે અરજી કરી હતી.
જે બાબતે તેના સાળા પ્રગ્નેશ ધીરુભાઈ ડોરિયા(ઉ.વ.32) સમાધાન માટે દિલીપને ગત રોજ સાંજે જામટાવર પાસે આવેલ કુટુંબ સલાહ કેન્દ્ર પાસે બોલાવ્યો હતો. જ્યાં પ્રગ્નેશ સમાધાન નથી કરવું અને તારી પર ફરિયાદ કરવી છે કહી ઝઘડો કર્યો હતો. અને તેની સાથેના કૌશિક અને પ્રવીણ સહિતના શખસોએ દિલીપને ઢીકા પાટુનો મારમર્યો હતો. જેના બચાવમાં દિલીપે પ્રગ્નેશને પણ મારમારતા બન્ને ઇજાગ્રસ્તોને સારવારમાં અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.