પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નંબર ૧,માં કન્યા કેળવણી અને પ્રવેશ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બોટાદ - At This Time

પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નંબર ૧,માં કન્યા કેળવણી અને પ્રવેશ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બોટાદ


પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નંબર ૧,માં કન્યા કેળવણી અને પ્રવેશ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બોટાદ સંચાલિત પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નંબર -૧,તાલુકા શાળા, હનુમાન ગેઈટ ,બોટાદમા કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ ૨૦૨૨,અંતર્ગત ધોરણ ૧ ના વિદ્યાર્થીઓ ને પ્રવેશ કુમકુમ પગલા પાડીને તેમજ પુષ્પ વૃષ્ટિ કરીને ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત "મનુષ્ય તુ બડા મહાન હૈ" પ્રાર્થનાગીત થી કરવામાં આવેલ, ત્યારબાદ તમામ મહાનુભાવો નું પુસ્તક આપીને સ્વાગત કરવામાં આવેલ. શાળામાં ગત વર્ષમાં તેજસ્વી વિદ્યાર્થીઓની મહેમાનોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવેલ, વર્ષ દરમિયાન શ્રેષ્ઠ હાજરી આપેલ વિદ્યાર્થીઓને તેમજ શાળામાં ધોરણ ૮ ની રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી એન. એમ. એમ. એસ. ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવેલા. શાળામાં વર્ષ દરમિયાન વિવિધ રીતે મદદરૂપ થતાં એવા દાતાશ્રીઓ જાયન્ટ્સ ગ્રુપ બોટાદ ,સાહેલી ગ્રુપ, શૈક્ષણિક કીટ ના દાતાશ્રી જીગ્નેશભાઈ બોળીયા, શાળામાં નિવૃત્ત થતાં શિક્ષિકા શ્રી મીનાબેન જાસોલીયા દ્વારા શાળાના વિદ્યાર્થીઓને ઠંડા પાણી નું વોટર કુલર તેમજ કાયમ વર્ષ દરમિયાન તિથિ ભોજન આપવા બદલ વિશેષ સન્માન , માર્કેટિંગ યાર્ડ બોટાદ ના ચેરમેનશ્રી જીવરાજભાઈ પટેલ વાઇસ ચેરમેન ધર્મેન્દ્રભાઈ વડોદરિયા બોર્ડ ઓફ ડિરેક્ટર વશરામભાઈ તાવિયા, શાંતિભાઈ ડાભી નું રાહત દરે ફુલ સ્કેપ ચોપડા વિતરણ માટે વિશેષ સન્માન કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમમાં ભીખુભાઈ વાઘેલા પ્રમુખ ,બોટાદ જિલ્લા ભાજપા, દિવ્યાંગ એમ. ગજેરા ચીફ ઓફિસર, બોટાદ પ્રતિકભાઈ વડોદરિયા ચેરમેન શ્રી , નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બોટાદ, ભરતભાઈ ગોહિલ કારોબારી ચેરમેન, કિરીટભાઈ પાટીવાળા, દેવરાજભાઈ વાઘેલા ચેરમેન બાંધકામ સમિતિ,ઉપેન્દ્રભાઈ જોટાણિયા, ખોડીદાસ વાળા, અતુલભાઇ પટેલ, દલસુખભાઈ અમદાવાદી શિક્ષણ સમિતિ ના સભ્યો ,હરેશભાઈ ભોજક પ્રમુખશ્રી શિક્ષક શરાફી મંડળી, લાઇઝન ઓફિસર રાકેશ ભાઈ ચાવડા ,સુરેશભાઈ કણઝરીયાએ સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને પ્રોત્સાહિત કરેલ. આભારવિધિ રાજેશભાઈ મોરડીયા દ્વારા કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના વિદ્યાર્થી રામલીયા વેદ અને પરમાર સાક્ષી દ્વારા કરવામાં આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.