વંચિતો સુધી જાગૃતિ સંદેશો પહોંચવાની પહેલ એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાંસદ જશવંતસિંહ ભાભોર - At This Time

વંચિતો સુધી જાગૃતિ સંદેશો પહોંચવાની પહેલ એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાંસદ જશવંતસિંહ ભાભોર


લીમખેડાના અગારા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા ગ્રામજનો દ્વારા ઉષ્માભેર આવકાર કર્યો

દાહોદ:- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ૧૫ મી નવેમ્બર 'જનજાતીય ગૌરવ દિવસ' થી આરંભરાયેલી રથયાત્રા સરકારની તમામ જન કલ્યાણકારી યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લેતી સો ટકા લક્ષ્યાંક હાસલ કરવાના નિર્ધાર સાથે આ યાત્રા દાહોદ જિલ્લાના ઊંડાણના ગામડા સુધી ઠેર-ઠેર ભ્રમણ કરી રહી છે. "વિકસિત ભારત સંકલ્પ યાત્રા"નો જાગૃતિ સંદેશ અને લાભો ગ્રામીણ સુધી પહોંચાડી રહી છે.
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં અગારા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ગ્રામજનોએ દ્વારા ઉષ્માભેર આવકાર કર્યો હતો. આ વેળાએ સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું કે આદિવાસી સમુદાયના શિક્ષણ, સ્વાસ્થ્ય, પોષણ અને રોજગાર ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. અંબાજીથી ઉમરગામ સુધી અંતરિયાળ આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરીને તેમના જીવનધોરણમાં પરિવર્તન લાવવા વિકસિત ભારતની આ સંકલ્પ યાત્રાની મહત્વની ભૂમિકા રહેશે. જે આદિવાસી સમુદાયના બાંધવોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. વિવિધ સરકારી લાભોથી આવરી લઈને વિકાસની મુખ્યધારામાં લાવવામાં આવશે.
આ યાત્રા દરમિયાન સરકારશ્રીએ આદિજાતિ વિસ્તારોમાં લાગુ કરેલી પ્રજાલક્ષી યોજનાઓ-કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી. તેમજ ઉપસ્થિત સૌને વિકસિત ભારતના સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, જિલ્લા પંચાયતના સભ્યો ,તાલુકા પંચાયતના સભ્યો, અગારા ગામના સરપંચ,લાઇઝન અધિકારી, આંગણવાડી કાર્યકર બહેનો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.