શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ બોટાદ ખાતે સંસ્કૃતિ સંવર્ધનનો અભિનવ પ્રયોગ
(અહેવાલ કનુભાઈ ખાચર)
પરમવંદનીય 1008 મહામંડલેશ્વર શ્રી.શ્રી. નિર્મળા બા ની પાવન ઉપસ્થિતિમાં આજ રોજ શાળાના વિદ્યાર્થીઓને રામચરિત માનસ ના પાત્ર ઉપર એક પાત્રિય અભિનય કરાવીને વિદ્યાર્થીઓમાં ભારતની મૂળતઃ ઋષિ પરંપરા ના મૂલ્યોથી તમામ વિદ્યાર્થીઓ ને પરિચિત કરાવ્યાં. ઉપરાંત રામાયણના ઉમદા ચારિત્રશિલ પાત્રોને વિદ્યાર્થીએ ખુદ ભજવ્યાં જેથી આજની ઉગતી પેઢીને આપણી આધ્યાત્મિક ધરોહરથી પૂર્ણપણે પરિચિત થાય અને વિદ્યાર્થીના જીવનમાં સંસ્કારોનું સિંચન થાય. ઉપરાંત પૂજ્ય બા ની પ્રેરણાથી વિદ્યાર્થીનું શારીરિક ક્ષમતા અને બૌદ્ધિક ક્ષમતાનો પણ વિકાસ થાય. તે હેતુથી પરમ પૂજ્ય બા ના માર્ગદર્શન હેઠલ વિદ્યાર્થીઓને અલગ અલગ રમતનું આયોજન કર્યું હતું. મોબાઈલ ગેમના માહોલમાં પરમ પૂજ્ય નિર્મળા બા નો વિદ્યાર્થીઓ માટેનો આ નવો અભિગમ સમાજને નવી દિશા આપશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રિન્સિપાલિ વી. કે. મહેતા તથા ડાયરેક્ટ એસ.પી.સાહેબે કર્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.