ઇન્ટરનેશનલ વુમન્સ ડે પર જસદણના પ્રાંત અધિકારી ગ્રીષ્મા રાઠવાનો યુવા મહિલાઓને સંદેશ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
આપણી સંસ્કૃતિના મૂળ પાયામાં નારી છે. સંસ્કૃતિની માતા છે. દરેક જીવની પ્રથમ સર્જક નારી છે. ધ્રુવ, પ્રહલાદ, ગાંધીજી, સરદાર અને સ્વામી વિવેકાનંદ જેવા મહારત્નોને જન્મ આપનાર રતનની ખાણ એટલે નારી. આજની નારી આકાશમાં પ્લેન પણ ઉડાવી શકે છે અને ઓફીસનું એડમીન-વહીવટ પણ સંભાળી શકે છે.
‘ઇન્ટરનેશનલ વુમન્સ ડે' પર નાયબ કલેકટર અને પ્રાંત અધિકારી શ્રી ગ્રીષ્મા રાઠવાએ માહિતી ખાતાની ટીમ સાથે વાત કરતા જણાવ્યું કે, વુમન્સ ડે એક કે બે દિવસ ઉજવવાની વાત નથી પરંતું વુમન્સ ડે દરરોજ ઉજવાવો જોઇએ. વર્ષોથી આપણા દેશમાં મહિલાઓને આગવુ સ્થાન આપવામાં આવ્યું છે. હું આજે અહીંયા સુધી પહોંચી છું જેની પ્રેરણા મને મારા પિતા પાસેથી જ મળી છે, પરંતુ એના માટે મારી માતાનો અનેક ગણો સહયોગ રહ્યો છે, મારા માતા-પિતા જ મારા રોલ મોડલ છે.
પોતાના અભ્યાસ વિશે વાત કરતા શ્રી ગ્રીષ્મા રાઠવાએ કહ્યું કે, નિરમા યુનિવર્સિટીમાંથી બી.ટેકનો અભ્યાસ કર્યો છે. પછી GPSC વર્ગ ૧ અને વર્ગ ૨ની પરીક્ષા આપી. એ અરસામાં મારી માતાનો ઘણો જ સહકાર રહ્યો છે. મને આ પરીક્ષામા સફળતા મળ્યા બાદ ગુજરાત એડમીનીસ્ટ્રેશનમાં નોકરી મળી. મને પહેલુ પોસ્ટીંગ મહેસાણા મળ્યું અને બે વર્ષની તાલીમ લીધી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા ખાતે એક વર્ષ ડેપ્યુટી કલેકટર તરીકે અને એક વર્ષ જામનગરમાં ડેપ્યુટી કલેકટર- સ્ટેમ્પ ડયુટી તરીકે મારી ફરજ નિભાવી. ત્યાર બાદ સરકારશ્રી દ્વારા રાજકોટ જિલ્લાનાના જસદણ ખાતે ટ્રાન્સફર મળી.
‘ઇન્ટરનેશનલ વુમન્સ ડે' પર પોતાના લક્ષ્યાંકો માટે સતત કાર્યરત મહિલાઓને સંદેશો આપતાં શ્રી ગ્રીષ્મા રાઠવાએ કહ્યું હતું કે, દેશ આઝાદ થયો ત્યારથી લઈને આજ સુધીમાં નારી શક્તિ દરેક ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. આજે કોઈ પણ શાખામાં કાર્ય કરતી દરેક મહિલાઓને સમાન રીતે માન- સન્માન મળે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.