રક્તદાન મહાદાન આ વિષય સંદર્ભે ઉપયોગી માહિતી - At This Time

રક્તદાન મહાદાન આ વિષય સંદર્ભે ઉપયોગી માહિતી


🪷 રક્તદાન મહાદાન 🪷
રક્ત દાન એ કોઈ ને જીવનદાન આપવાનું પુણ્ય છે ને લગભગ બધાજ રક્ત દાતાશ્રીઓ બિલકુલ પણે સમજે છે ને એટલે જે પોતાનો કિંમતી સમય આપી ને અવશ્ય પણે રક્તદાન કરે છે.રક્તદાન કરવું જરુરી છે. રક્તદાન આપણા માંગરોળ વિસ્તારમાં ખુબ વ્યવસ્થિત પણે થાય છે. ઘણી બધી સ્વેચ્છિક સંસ્થાઓ અંગત રસ લઈ ને આ પ્રવૃતિ ને વેગવંતી બનાવી છે. મિત્રો અમુક ભ્રામક માન્યતાઓ ને લીધે ક્યારેક આ પ્રવૃતિ વિશે નેગેટિવ વાતો થતી હોય છે, એક સ્પષ્ટતા એ છે જે મને આ વિષય નું જ્ઞાન છે એ મુજબ , સિવિલ હોસ્પિટલોમા બ્લડ ફ્રીમાં આપવામાં આવે છે.જેનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.જયારે ચેરીટી સંચાલીત બ્લડ બેંક મા ચાર્જેબલ હોય છે ને એ સરકાર શ્રી ના નિયમો અનુસાર હોય છે અને એમની રસીદ આપવી ફરજીયાત હોય છે.
ચાર્જ છે એ જ્યારે ડોનર બ્લડ આપે છે તે બ્લડ દર્દી ને આપવા યોગ્ય છે કે નહિં એ નક્કી કરવા માટે સામાન્ય એલર્જી થી લઈ ને HiV સુધી ના ઘણા બધા રિપોર્ટ થાય છે લગભગ બધાજ સામાન્ય જનરલ બોડી ચેકઅપના રિપોર્ટ થાય છે, હા એ રિપોર્ટ ન કરે તો દર્દી બિમાર હોય, અને ડોનર ને ન કરે નારાયણ ને ઝેરી કમળા નો ચેપ હોય તો એ ચેપ બ્લડ મારફત એ બિમાર દર્દીમાં આવે. એટલે દર્દી સાજું થવાને બદલે કાયમી ઝેરી કમળા અથવા એઈડ્સ પિડીત ન બને એટ્લે આ રિપોર્ટ જરૂરી છે.
સાથે દર્દી ના પણ બે વાયલ મા બ્લડ સેમ્પલ લેવાય છે ને એના પણ ક્રોસ મેસ ના રિપોર્ટ થાય છે.આમ દર્દી અને ડોનર બન્નેના બ્લડના રિપોર્ટ બ્લડ બેંક દ્વારા થાય છે. અને એનો સરકાર શ્રીના નિયામાનુચાર ચાર્જ લેતા હોય છે.
છતાં પણ કોઈ ને આ બાબતે સવાલ હોય તો R.T.I .નિચે માહિતી માગવાના અધિકાર મુજબ માહિતી જે તે વિભાગ થી માગી શકે છે, અથવા રૂબરૂ બ્લડ બેંક મા પણ આ બાબતે વાતચીત કરી શકે છે.તેમજ આપ ને જે ડોક્ટર શ્રી બ્લડ ચડાવવાની ભલામણ કરી છે એની અનુકુળતા ના સમયે આપ એમની પાસેથી પણ બ્લડ લેતી વખતે માહિતી મેળવી શકો છો.
એક એ બાબત પણ છે કે AB-ve બ્લડ સૌથી ઓછા પ્રમાણ મા મળતુ બ્લડ છે. જ્યારે વધું મળતું બ્લડ હોય તો તે O+ve છે. પરંતુ નેગેટિવ પ્રકાર ના કોઈ બ્લડ આસાનીથી નથી મળતાં એ થોડા મુશ્કેલ છે અને વ્યવસ્થા કરવામાં તકલીફ થાય છે. જ્યારે પોઝિટિવ બ્લડ મા વ્યવસ્થા કરવામાં તકલીફ થતી નથી.પરંતું ક્યારેક ઘણી બ્લડબેંક થી ચોક્કસ કડવા અનુભવો થાય છે એ વાત સાથે હું સહમત છું.
પરંતુ નેગેટિવ વિચારો ને દૂર કરી,રક્તદાન એ બીજા લોકો ની જીંદગી છે એ પોઝિટિવ ભાવ સાથે અવશ્ય રક્ત દાન કરી ને જરુરીયાત મંદોને મદદરૂપ થઈએ.
રક્ત દાન ની ખાસ જરૂર થેલેસેમિયા પીડીત બોળકો ને છે ઉપરાંત સગર્ભા અને પ્રસુતા બહેનોને છે. સાથે સાથે અન્ય ઘણા બધા દર્દો મા દર્દી ને રક્ત ની જરુર કાયમી માટે મોટા પ્રમાણમાં રહે જ છે,તો અવશ્ય પોઝિટિવ ભાવ રાખી દર્દીના જીવનદીપ ખાતર રક્તદાન કરીએ.મિત્રો રક્તદાન વિશે ખુદ મને સારા,નરસા ને કડવા અનુભવો થયા છે.જેમાં સારા અનુભવોમાં દર્દીના આશિર્વાદ પણ મળ્યા છે,પણ એ બધું અહી કહેવું યોગ્ય નથી , ફક્ત ને ફક્ત રક્ત દાન થી થેલેસેમીયા પીડીત બોળકોને જીવતદાન મળે છે ને ? બસ,એ જ મારા માટે મહત્વ નું છે.

ૐ નમો નારાયણ

સંકલન નાથાભાઇ નંદાણીયા
રિપોર્ટર સુદીપ ગઢિયા 9909622115
9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.