શહેરની મુખ્ય બજાર ખરીદીની સાથે ટ્રાફિક, દબાણનું પણ કેન્દ્ર, પોલીસ બંદોબસ્ત અને વ્યવસ્થાના અભાવથી મુશ્કેલી
વન-વે જાહેર કરાય છે પણ પાર્કિંગની વ્યવસ્થા ઊભી નથી કરાતી, પાકીટ-મોબાઇલ ચોરીની વધતી ઘટનાઓ
ગુંદાવાડી, ધર્મેન્દ્ર રોડ, ઘી કાંટા રોડ, બંગડી બજાર સહિતની માર્કેટમાં વર્ષો જૂની સમસ્યાનો નિકાલ નહિ
રાજકોટમાં ગુંદાવાડી, ધર્મેન્દ્ર રોડ, ઘી કાંટા રોડ, બંગડી બજાર, સોની બજાર, સાંગણવા ચોક સહિતના વિસ્તારો એ ખરીદી માટે મુખ્ય બજાર છે, પરંતુ અહીં પૂરતો પોલીસ બંદોબસ્ત નહિ હોવાથી આ બજારો ખરીદીની સાથે સાથે ટ્રાફિક અને દબાણનું પણ મુખ્ય કેન્દ્ર બની ગઇ છે. આ સમસ્યા વર્ષો જૂની છે. દબાણ દૂર કરવા માટે અનેક વખત રજૂઆત કરી હોવાનું હોલસેલ ટેક્સટાઈલ મર્ચન્ટ એસો.ના પ્રમુખ હિતેશભાઈ ઉનડકટે જણાવ્યું છે. પણ કોઈ કાયમી ઉકેલ મળ્યો નથી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.