અમરેલી જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ યોજાયેલ લોકદરબારમાં મળેલ રજૂઆતના સંદર્ભમાં ૦૨ એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી.* - At This Time

અમરેલી જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ યોજાયેલ લોકદરબારમાં મળેલ રજૂઆતના સંદર્ભમાં ૦૨ એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી.*


*અમરેલી જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ યોજાયેલ લોકદરબારમાં મળેલ રજૂઆતના સંદર્ભમાં ૦૨ એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી.*

▶️ આગામી દિવસોમાં ગુજરાત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવનાર છે. જે અંતર્ગત અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ આગામી તા.૦૫/૦૧/૨૦૨૩ ના રોજ જિલ્લા તાલીમ કેન્દ્ર,પોલીસ હેડ ક્વાર્ટર, અમરેલી ખાતે વ્યાજખોરોથી પીડિત નાગરિકો માટે લોકદરબારનું આયોજન કરવામાં આવેલહતું.

▶️ આ લોક દરબારમાં જિલ્લાની વિવિધ સંસ્થાના આગેવાનો, પ્રતિષ્ઠિત નાગરિકો તથા અરજદારો હાજર રહેલા હતા. આ લોક દરબારમાં કુલ પાંચ અરજદારોએ વ્યાજખોરો સામે રજૂઆત કરેલ હતી.

▶️ પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ દ્વારા તમામ રજૂઆતો સાંભળી અને અરજદારોને ખાતરી આપતા જણાવ્યું હતું કે "તમામ રજુઆતો ખરાઈ કરી તપાસ કરવામાં આવશે અને જરૂર જણાશે તો આ રજૂઆત પર ગુના દાખલ કરવામાં આવશે.

▶️ આ રજૂઆતના સંદર્ભમાં, અમરેલી જિલ્લાના સાવરકુંડલા ટાઉન તથા વડિયા પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો વિરુદ્ધ કુલ ૦૨ એફ.આર.આઈ. દાખલ કરવામાં આવેલ છે.

▶️ અમરેલી જિલ્લા પોલીસ નાગરિકોને અપીલ કરેલ છે કે, વ્યાજખોર વિરુદ્ધ કોઈ ફરિયાદ હોય તો, અમરેલી જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ ૦૨૭૯૨-૨૨૩૪૯૮ પર સંપર્ક કરી શકો છો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.